GUJARATMANDAVI

પીપરી ગામની સીમમાં ગંજી પાનાં વડે જુગાર રમતા સાત ખીલીઓ ને‌ ઝડપી પાડતી કોડાય પોલીસ.

જુગાર રમતા સાત ખીલીઓ પાસે ૧૧૪૦૦/-.નુ મુદ્દામાલ ઝડપાયો.સાતે સાત ખીલીઓ માંડવી તાલુકાના.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા – ૨૦ ડિસેમ્બર : કોડાય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પો.સ્ટે.વિસ્તાર પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પોલીસ ને બાતમી હકિકત મળેલ કે, પીપરી ગામના હરજી માલાભાઈ સંધારની વાડીના પાછળના ભાગે આવેલ બાવળોની ઝાડીઓમા ખુલ્લામા અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી સચોટ બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરીને ઝડપી પાડતાં જુગારીઓ (૧) જખરાજ આશરીયા સંધાર,(૨) રાજેશ વેલજીભાઇ રાજગોર,(૩) કરશન આશરીયા સંઘાર,(૪) ધનજી તેજશી મહેશ્વરી,(૫) નારણ ચત્રભુજ રાજગોર,(૬) સુરેશ ખીમજી મહેશ્વરી,(૭) કમલેશ નારણ મોતા,જુગારીઓ પાસેથી કબ્જે કરેલ રોકડા રૂપિયા-૧૧,૪૦૦/-, ગંજી પાના નંગ-પર.કિ.રૂ.૦૦/૦૦ કુલ કિ.રૂ.૧૧,૪૦ નુ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરતી કોડાય પોલીસ.

 

Back to top button
error: Content is protected !!