
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ ડિસેમ્બર : ડી.એમ.ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર, કોડાય પોલીસ સ્ટેશનનાઓની સુચના મુજબ કોડાય પોલીસ સ્ટેશન-ગુ.ર.નં.-૩૫૧/૨૦૨૪,બી.એન.એસ.૨૦૨૩ ની કલમ-૩૦૫(એ),૩૩૧(૪) મુજબનો રાત્રી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢવા સુચના આપેલ જે અન્વયે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.વિપુલભાઇ ચૌધરીનાઓને બાતમી હકીકત મળેલ કે કોડાય પો.સ્ટે. વિસ્તારના મોટા આસંબિયા ગામે બાલાજી વે બ્રીજની ઓફીસમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરી હેદર જુસબશા સૈયદ (ઉ.વ.૨૬)રહે-મોટા આસંબિયા વાળાએ ચોરી કરેલાનો શક હોઇ જે બાબતે આજરોજ આરોપીને રાઉન્ડઅપ કરી તેની યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા ઉપરોક્ત ચોરી કરેલાની કબુલાત કરેલ અને ચોરીમા ગયેલ મુદ્દામાલ રોકડ રૂપીયા ૭૦,૫૦૦/- તેની પાસેથી રીકવર કરી આરોપીને ધોરણસર અટક કરવામાં આવી હતી.



