GUJARATKUTCHMANDAVI

ચોરી થઈ ગયેલી બાઈક સાથે બે શખ્સો ને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી કોડાય પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૬ માર્ચ : કોડાય પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરી ગયેલી નુ ગુનો દાખલ થતાં કોડાય પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ તપાસ માં હતા ત્યારે બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન મોટર સાઇકલની ચોરી મધ્યપ્રદેશ રાજ્યના બિલાતી કેકુભાઇ બામનિયા તથા રાજુ ઇડીયાભાઇ ડાવરએ ચોરી કરેલાનો શક હોઇ જે બાબતે મજકુર બન્ને ઇસમોને કોડાય પો.સ્ટે. લાવી યુક્તિ-પ્રયુકતિથી પુછપરછ કરતા મજકુર બન્ને આરોપીઓ ભાંગી પડેલ અને મોટર સાઇકલ ચોરી કરેલાની કબુલાત કરતા મજકુર બન્ને ઇસમોને અટક કરવામાં આવેલ અને ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોડલની બ્લેક કલરની મોટર સાઇકલ રજી નં.જી.જે.૧૨-સી.એચ-૩૦૬૩ વાળી જેની કિ.રૂ.૨૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ઉપરોકત કામગીરીમાં બી.પી.ખરાડી, પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સુચનાથી એ.એસ.આઇ. પ્રવિણભાઇ શિવાભાઇ પરમાર તથા પો.હેડ કોન્સ.વિપુલભાઇ ડી ચૌધરી તથા મોહનભાઇ બી લોઢા તથા ભાવેશભાઇ કે દેસાઇ તથા પો.કોન્સ. કાનજીભાઇ કે ગઢવી એ રીતેનો કોડાય પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયેલ હતા.

Back to top button
error: Content is protected !!