GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પેરોલ ફલો સ્ક્વોર્ડ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ના ગુનાના બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા

તારીખ ૨૦/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપેલ સૂચના અનુસાર પેરોલ ફલો સ્ક્વોર્ડ ના એએસઆઈ દલપતસિંહ ચંદ્રસિંહ ને ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસ મારફતે માહિતી મળેલ કે વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહી ના ગુનામાં વોન્ટેડ આરોપી (૧) ગોપાલભાઈ જેઠાભાઈ ચારણ રે ટુવા કંડાચપુરા.તા ગોધરા હાલ મહેલોલ ચોકડી પાસે હાજર છે તેમજ (૨) તખતસિંહ સ્વરૂપસિંહ ડેરોલા રે. ટીંબા ગામ તા ગોધરા હાલ ટીંબા ગામ ખાતે હાજર છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફ મોકલી આપતા બન્ને આરોપીઓ મળી આવ્યા જેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.






