
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, તા -૦૪ ડિસેમ્બર : રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીનુ કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, અગ્રણી રક્ષિત શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













