
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા – ૨૯ : કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી – 2025 (ધોરણ – 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.08/05/2025ની જાહેરાતના ઉમેદવારો માટે બીજા તબક્કાનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમને કોલ-લેટર મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર
ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) વિષયના મેરીટમાં આવતાં ઉમેદવારોએ પોતાના કોલ લેટર વેબસાઈટ ઉપરથી ઓનલાઈન મેળવી લેવાના રહેશે. કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી – 2025 (ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) વિષયના અનામત / બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઈન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.01/11/2025 ના રોજ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે.
વિષય વાઇઝ મેરિટ જોઈએ
ગુજરાતી વિષયમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે
63.9825, હિન્દી વિષયમાં બિન અનામત કેટેગરીમાં 61.5119 જ્યારે અનુસૂચિત જનજાતિ માં 61.0631,
અંગ્રેજી વિષયમાં અનુસૂચિત જાતિ 68.0714 જ્યારે અનુસૂચિત જનજાતિમાં 64.6252 તેમજ
સંસ્કૃત વિષયમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે
61.7236 ટકાએ મેરિટ અટક્યું છે. ભાષા-હિન્દી વિષયમાં બિન અનામત કેટેગરીમાં બોલાવેલ ઉમેદવારોમાં અનુસૂચિત જાતિ (SC), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) પૈકી જે ઉમેદવારો બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતાં નથી તેઓના કોલલેટર મુકવામાં આવેલ નથી. કારણ કે તેઓની કેટેગરીમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ નથી. જેની ઉમેદવારોને નોંધ લેવા જણાવાયું છે. આ સાથે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઈન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. તેમજ ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દ૨૨ોજ આ વેબસાઈટ જોવા સૂચના આપવામાં આવી છે.



