Gondal: ગોંડલ માર્કેટીંગ યાર્ડ ની દેશમા સૌથી વધુ લસણ ની ખરીદી વેચાણ કરતી કંપનીએ મુલાકાત કરી

તા.૨૧/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Gondal: ગોંડલ માર્કેટીંગ યાર્ડ કે જ્યાં અનેક દેશ વિદેશ મા વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે ત્યારે ભારત મા લસણ નું સૌથી વઘુ ઇનપોર્ટ- એકસપોર્ટ ધરાવતી દિલ્લી ની કંપની garlic expert and counsoller ના જીતેન્દ્ર ખુરાના એ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ની શુભેચ્છા મુલાકાત કરી હતી.યાર્ડના વેપારીઓ દ્વારા ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યુ હતુ. યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણસીઓ ની હરરાજી, યાર્ડ ની પદ્ધતિ સહિત કામગીરી વિશે જણાવીને યાર્ડનું નિરિક્ષણ કરાવ્યું હતુ.
આ તકે જીતેન્દ્ર ખુરાનાએ જણાવ્યું હતું કે મારા સમગ્ર ભારત ના માર્કેટીંગ યાર્ડ ના પ્રવાસ દરમિયાન સૌથી સારો અનુભવ કહું તો ભારત નુ નંબર વન યાર્ડ હોય તો તે છે ગોંડલ નુ માર્કેટીંગ યાર્ડ કે જ્યાં ખેડુતો માટે જમવાની સૌથી સારી સુવિદ્યા, બહાર ના વેપારીઓને રહેવા માટે ગેસ્ટ હાઉસ ની સુવિઘા, યાર્ડની સ્વચ્છતા, ખેડુતોને પોષણક્ષમ ભાવ, માલ ની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી યાર્ડ સજ્જ સહીત અને સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.





