AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

BZ કૌભાંડમાં 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ, 422 કરોડનું કૌભાંડ હોવાનું સામે આવ્યું

ગુજરાતની ચકચારી પોન્ઝી સ્કીમ BZ કૌભાંડમાં CID ક્રાઇમે સાત આરોપીઓની 22 હજાર પેજની ચાર્જશીટ મુકી છે. ચાર્જશીટમાં 422.96 કરોડનું કૌભાંડ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય પાંચ આરોપીઓની વિરૂદ્ધ ચાર્જશીટ હજુ બાકી છે.

CID ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સાત આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સાત આરોપીઓની 22 હજાર પેજની ચાર્જશીટ કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. BZ કૌભાંડના આરોપી વિશાલસિંહ ઝાલા, દિલીપ સિંહ સોલંકી, આશિક ભરથરી , સંજય સિંહ પરમાર , રાહુલ રાઠોડ,રણવીર સિંહ ચૌહાણ  અને મયુર દરજી  વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત છ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ હજુ બાકી છે.  ભુપેન્દ્રસિંહ ઝાલા, કિરણ ચૌહાણ, નરેશ પ્રજાપતિ, વિનોદ પટેલ, ગુણવંતસિંહ રાઠોડ અને કમલેશ ચૌહાણ વિરૂદ્ધ ચાર્જશીટ બાકી છે. આ સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપીની ધરપકડ કરવાની પણ બાકી છે.

422.96 કરોડનું જ કૌભાંડ

CID ક્રાઇમ દ્વારા 655 સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા હતા.CID ક્રાઇમે ચાર્જશીટમાં 11183 રોકાણકારોના 422.96 કરોડનું કૌભાંડ દર્શાવ્યું છે. હાલ કૂલ 6866 રોકાણકારોને 172 કરોડ રૂપિયા ચુકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે.

તમામ આરોપીઓ પૈકી કૂલ 10 આરોપી BZ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્ર્સ્ટી પણ જોવા મળ્યા છે. તે લોકો રોકાણકારો સાથે અવાર નવાર બેઠકો કરતા હતા. BZ ફાઇનાન્સની અલગ અલગ જિલ્લામાં આશરે 14 જેટલી ઓફિસો જોવા મળી છે.

BZ કૌભાંડમાં ક્યા આરોપીનો શું છે રોલ?

આરોપી નંબર-1 વિશાલસિંહ ઝાલા

વિશાલસિંહ ઝાલાએ 117 રોકાણકારો પાસેથી 5.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું. Bz ફાઇનાન્સ સર્વિસના નામે 100થી 300 રૂપિયાના સ્ટેમ્પ કો ઓપરેટિવ બેંકમાંથી કુલ 12518 સ્ટેમ્પ પેપરની ખરીદી કરવામાં આવી હતી.ભૂપેન્દ્રસિંહ ઝાલાના બેંક ખાતામાંથી વિશાલસિંહ ઝાલાના બેંક ખાતામાં કુલ 19.7 લાખ રૂપિયા જમા થયા હતા

આરોપી નંબર-2  દિલીપસિંહ સોલંકી 

આરોપી દિલીપસિંહ સોલંકીએ કુલ પાંચ આઈડી દ્વારા 33 રોકાણકારો પાસે 47.5 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ કુલ 1.20 કરોડ જેટલી રકમ ઉઘરાવેલ હોવાના પુરાવા મળ્યા છે

આરોપી નંબર-3 આશિક ભરથરી 

આશિક ભરથરીએ કુલ 10 રોકાણકારોનું રોકાણ કરાવી 1,80,000 કમિશન મેળવ્યું. આરોપીએ 44 લાખ રૂપિયાની લેવડદેવડ કરી હતી.

આરોપી નંબર-4 સંજયસિંહ પરમાર 

સંજય સિંહ પરમારે કુલ 14 રોકાણકારો ને 1.71 કરોડનો રોકાણ કરાવ્યું હતું.આરોપી દ્વારા 1.56 કરોડ જેટલી રોકડ ઉઘરાવી હતી.

આરોપી નંબર-5 રાહુલ રાઠોડ

રાહુલ રાઠોડે 47 રોકાણકારોને લઈને 40.75 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ 17.40 લાખના રોકડ વ્યવહાર કર્યા હતા.

આરોપી નંબર-6 રણવીરસિંહ ચૌહાણ

કૂલ 302 રોકાણકારોનું 5.98 કરોડનું રોકાણ કરાવ્યું હતું.

આરોપી નંબર-7 મયુર દરજી

આરોપી મયુર દરજી 325 રોકાણકારોનું 8.72 કરોડ જેટલું રોકાણ કરાવ્યું હતું. મયુર દરજીએ રોકાણકારો પાસેથી આશરે ચાર કરોડ જેટલી રકમ રોકડ ઉઘરાવી હતી.

Back to top button
error: Content is protected !!