KUTCHMUNDRA

ઝંઝાવાતો સામે જજૂમતા બાળકોની તેજસ્વી તારલા બનવાની સફર.

અદાણી જૂથ માટે શિક્ષણ કેન્દ્રિય આધારસ્તંભ આજે 14 નવેમ્બર, દેશમાં ચિલ્ડ્રન્સ ડે એટલે કે બાળ દિવસ તરીકે ઉજવાય છે. 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૧૩ નવેમ્બર : બાળકો બગીચાની કળીઓ જેવા હોય છે તેમને કાળજીપૂર્વક અને પ્રેમથી ઉછેરવા જોઈએ, કારણ કે તેઓ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આજે આપણે એવા તેજસ્વી તારલાઓની સફળ ગાથાઓથી વાકેફ થઈશું જેમણે કપરા સંજોગો સામે જજુમીને જ્વલંત સફળતાઓ હાંસલ કરી છે. એ તારલાઓને શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ બનાવવા અદાણી જૂથે યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડ્યું છે.પાંચ રાજ્યોની છ અદાણી સ્કૂલમાં 33,000 થી વધુ વિદ્યાર્થીઓને સબસિડી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સામુદાયિક યોગદાનને તે શાળાઓમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. સફળ વિદ્યાર્થીઓની આ પ્રેરણાદાયી વાર્તાઓ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય તરફની યાત્રા છે.જીગરના ‘જીગર’ની સ્વર્ણિમ સફળતા જીગર સોમૈયાની વાર્તા પડકારોનો સામનો કરી સફળતાની સડીઓ ચઢવાની જીવંત પ્રેરણા છે. પાંચ વર્ષની કુમળી વયે અનાથ બનેલા જીગરને તેની દાદીમા સિવાય કોઈનો આશ્રય નહતો. શિક્ષણ મેળવવા શાળામાં પ્રવેશ મેળવવો એ પણ એક પડકાર હતો. વળી આર્થિક તંગી તેના નાણાકીય તાણને વધુ ભયાવહ બનાવી રહી હતી. પરંતુ જીગરે અડગ જીગર રાખી અદાણી પબ્લીક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને જીવન બદલાઈ ગયું. જીગરનું શૈક્ષણિક કૌશલ્ય નિર્વિવાદ હતું, વળી શિક્ષકોના ઉત્તમ માર્ગદર્શન અને સખત મહેનતના કારણે તેણે દસમામાં 9 CGPA અને બારમાં ધોરણમાં 83.2% સાથે ઉત્તમ પરિણામ હાંસલ કર્યુ હતું. IT માં ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેને IT સચિવ અને ટોપરનું પ્રખ્યાત બિરુદ પ્રાપ્ત થયું. તેને વર્ગના ‘બેસ્ટ બોય’નો એવોર્ડ પણ એનાયત થયો હતો. અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રાએ તેના ઉછેરમાં સિંહફાળો આપ્યો.

IT માં કેરિયર બનાવવા ઈચ્છતા જીગરે વધુ અભ્યાસ શરૂ કર્યો અને મુંબઈમાં સોફ્ટવેર ઈજનેરીના ત્રીજા વર્ષમાં જ નોકરી મેળવી લીધી. જીગરની વ્યાવસાયિક વૃદ્ધિની સાથે વ્યક્તિગત જીવનમાં પણ પરિવર્તન આવ્યું. પ્રમોશન અને વધેલી જવાબદારીઓ સાથે તેની કારકિર્દીનો માર્ગ મોકળો થતો ગયો. રોમાનિયામાં નોકરીની આકર્ષક ઓફરે વૃદ્ધિની તક આપી, પરંતુ જીગરે અલગ રસ્તો પસંદ કર્યો. તેણે ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ માટે અરજી કરી હતી. જો કે, તેનું ભાગ્યની કંઈક અલગ જ યોજનાઓ બનાવી રહ્યું હતું. જીગરની કુશળતા અને અનુભવે તેને જર્મન કંપનીમાં જોબ અપાવી. પ્રખ્યાત EU બ્લુ કાર્ડ દ્વારા તે યુરોપિયન યુનિયનમાં ગમે ત્યાં રહી કામ કરી શકે છે. અદાણી પબ્લીક સ્કૂલના શિક્ષકોની ધીરજ અને સ્વયંની ક્ષમતાઓમાં વિશ્વાસે જીગરને અસામાન્ય સફળતાઓ હાંસલ કરવામાં મદદ કરી.જીગર જણાવે છે કે “અદાણી ડીએવી પબ્લિક સ્કૂલ મુન્દ્રામાં શિક્ષકોના સમર્થન અને માર્ગદર્શન વિના હું આગળ વધી શક્યો નહોત.” પ્રતિકૂળતાથી સફળતા સુધીની જીગરની સફર પ્રેરણારૂપ છે, તેનાથી એ સાબિત થાય છે કે દ્રઢતા, સખત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી પ્રચંડ પડકારોને પાર કરી શકાય છે.અદાણી ગ્રુપ માટે શિક્ષણ કેન્દ્રિય આધારસ્તંભ છે. આ વર્ષે શૈક્ષણિક સંસ્થાઓ, શિષ્યવૃત્તિઓ અને માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ ઉપરાંત અનેક પરોપકારી કાર્યો માટે ₹.330 કરોડનું દાન આપવામાં આવ્યું છે.

Google માં મળી ‘ડ્રીમ જોબ’!  સોવિત કુમાર નાયકની વાત માત્ર Google માં ડ્રીમ જોબ મેળવવા પૂરતી જ નથી. નાના શહેરમાં રહેતા બાળકોના મોટા સપનાઓની વાર્તા છે, જે ઉત્તમ શિક્ષકો અને ઉત્તમ માર્ગદર્શનથી પૂરી થાય છે.મુંદ્રાની અદાણી પબ્લિક સ્કૂલમાં સોવિતે અભ્યાસ શરૂ કર્યો. ઓલિમ્પિયાડ્સ, સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ, ડિબેટ્સ, ક્વિઝ, ડ્રામા – સોવેતે આ બધું સ્વીકાર્યું. APS ના સહાયક શિક્ષકો તેમના ચીયરલીડર્સ હતા, શાળાકીય સ્પર્ધાઓ સાથે તેની વિચક્ષણ દ્રષ્ટિનો વિકાસ થયો. શિક્ષણના મજબૂત પાયાએ તેના ભવિષ્ય માટે માર્ગ મોકળો કર્યો.આજે સોવેટ Google માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ગર્વથી કામ કરી રહ્યો છે. તે સર્વાંગી શિક્ષણ, સહાયક શિક્ષકો અને અદમ્ય વિશ્વાસ ધરાવતા પરિવારની શક્તિનો પુરાવો છે. તેની આ સફર નાના નગરોમાં રહેતા સ્ટાર્સ બનવાનું સપનું જોતા બાળકો માટે પ્રેરણારૂપ છે. અદાણી પબ્લિક સ્કૂલમાં શિક્ષણ માટે એવુ વાતાવરણ મળે છે જે વિદ્યાર્થીઓને મૈત્રીપૂર્ણ તો હોય પરંતુ બૌદ્ધિક રીતે પડકારજનક પણ હોય. જેથી બાળકો જીવનના શ્રેષ્ઠ વર્ષો ફળદાયી રીતે વિતાવે. તેઓ નિર્ણાયક વિચારકો, સમસ્યા ઉકેલનાર, આજીવન શીખનારા અને જવાબદાર સમાજના સંતુષ્ટ નાગરિકો બને.અદાણી પબ્લિક સ્કૂલમાં ધોરણ I થી ધોરણ XII સુધી CBSE આધારિત અભ્યાસક્રમ ભણાવાય છે. બાળકના બૌદ્ધિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં રાખીને તેમને શૈક્ષણિક, રમતગમત અને મૂલ્યવાન શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. સોવિત જણાવે છે કે “APSમાં મને મળેલા સર્વાંગી શિક્ષણ માટે હું તેમનો આભારી છું, જેણે મને મારી કારકિર્દી અને અંગત જીવનમાં સફળ થવામાં ખૂબ મદદ કરી છે.”

દીપિકાએ જીવન દિપાવ્યું  દીપિકા રાયલાની કહાની અડગ નિશ્ચય અને ઉત્તમ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિની છે. જ્યારે તેણીએ અદાણી વર્લ્ડ સ્કૂલમાં પગ મૂક્યો, ત્યારે તેણી અને તેના નવા સહાધ્યાયીઓ વચ્ચે ભાષાનો અવરોધ ઊભો થયો. તે માત્ર ગુજરાતી જાણતી હતી, તેમ છતાં માત્ર બે જ મહિનામાં અંગ્રેજી બોલતા શીખી શાળાના સમુદાયોમાં પોતાનું સ્થાન મેળવી લીધું. પ્રથમ-વર્ગના શિક્ષક અને સહાયક સ્ટાફે ભાષાના અંતરાયોને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેઓએ દીપિકાને સફળ થવા માટે જરૂરી સાધનો પૂરા પાડી આત્મવિશ્વાસ વધાર્યો.ટૂંક સમયમાં જ દીપિકા ઓલરાઉન્ડર બની ગઈ હતી. અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે તેની કલાત્મકતા ચમકી, તેણીએ આર્ટવર્કમાં આગવી ઓળખ મેળવી. તેની શૈક્ષણિક કુશળતા ઓલિમ્પિયાડ્સની પ્રભાવશાળી સિદ્ધિઓમાં સ્પષ્ટ ઝળકતી હતી, દીપિકાએ તેમાં 15 થી વધુ મેડલ જીત્યા હતા.દીપિકાની વાર્તા શાળાના સહાયક વાતાવરણની શક્તિનો ઉત્તમ પુરાવો છે. યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો, કોઈપણ બાળક પડકારોને પાર કરી આભને આંબી શકે છે. દીપિકા જણાવે છે કે, “ મારી વાર્તા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે, જો યોગ્ય વાતાવરણ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો, વિદ્યાર્થી જીવનમાં પરિવર્તન લાવી શકે છે.”

IIT માં માછીમાર સમુદાયનો બુધદેવ માછીમાર પરિવારના બુધદેવ મંડલ ધામરાના ડોસીંગા ગામનો રહેવાસી છે. શિક્ષણમાં પહેલેથી જ તેજસ્વી બુદ્ધદેવ એક સમર્પિત અને મહેનતુ વિદ્યાર્થી છે. જો કે, પરિવારની આર્થિક સંકડામણને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું તેનું સ્વપ્ન તેમને દિવાસ્વપ્ન સમાન લાગતું હતું.અદાણી ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા બાદ તેણે ‘વિદ્યારત્ન શિષ્યવૃત્તિ કાર્યક્રમ’ વિશે જાણ્યું. પોતાની ક્ષમતાઓને સાબિત કરી તેણે શિષ્યવૃત્તિ મેળવી અને ઉત્તમ ગ્રેડ સાથે તેણે હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું. સખત મહેનત, સમર્પણ અને પ્રતિબદ્ધતા અને ફાઉન્ડેશનના માર્ગદર્શન સાથે, તેણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસમાં પ્રવેશ મેળવવા પ્રતિષ્ઠિત IIT-JAM પ્રવેશ પરીક્ષા પાસ કરી.બુદ્ધદેવનું લક્ષ્ય ગણિતશાસ્ત્રી બનવાનું અને તેમાં સુવર્ણ ચંદ્રક જીતવાનું છે. માછીમાર સમુદાયમાંથી IIT ના પ્રતિષ્ઠિત હોલ સુધીની તેની સફર ખરેખર પ્રેરણાદાયી છે. તે શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ અને વિદ્યારત્ન કાર્યક્રમની ઊંડી અસરનું પ્રમાણ છે. અદાણી જૂથે દેશમાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પૂરું પાડવા અનોખી મુહિમ ઉપાડી છે. ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણપટ્ટનમ (આંધ્રપ્રદેશ) અને ધમરા (ઓડિશા)માં ‘વિદ્યારત્ન શિષ્યવૃત્તિ કાર્યક્રમ’ ચલાવવામાં આવે છે. અદાણી વિદ્યામંદિર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. એટલું જ નહીં, યુવાઓને કૌશલ્ય આધારિત શિક્ષણ અને રોજગારી માટે પણ વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!