KUTCHMANDAVI

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સફેદ રણમાં ભવ્ય એર-શૉ યોજાશે.

૩૧મી જાન્યુઆરી અને ૦૧ ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી એર શૉનું સફેદ રણ ધોરડોમાં આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૩૦ જાન્યુઆરી : ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (એસ.કે.એ.ટી.) દ્વારા તા. ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના દિવસે સફેદ રણ ધોરડો ખાતે શાનદાર એર-શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય એર-શૉ દરમિયાન ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણ ધોરડોના આકાશમાં વિવિધ હવાઈ કરતબ કરશે. આ ટીમ ભારતીય વાયુસેનાના પાયલટ કૌશલ્ય અને વાયુસેનાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. ભારતીય વાયુદળની પ્રસિદ્ધ (હોક) વિમાનવાળી સૂર્યકિરણ ટીમની સાથોસાથે સુખોઈ- ૩૦ અને જગુઆર વિમાન પણ આ શૉમાં ભાગ લેશે. આ એર શોને નિહાળવા તમામ જાહેર જનતાને અનુરોધ છે. નાગરિકોને વોચ ટાવર જતા રોડ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ ખાતે પોતાનું સ્થાન બપોરે ૩.૩૦ કલાક પહેલા લઈ લેવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!