KUTCHMANDAVI

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે નખત્રાણા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

અધિક કલેક્ટરશ્રી મિતેષ પંડ્યાએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૫ જાન્યુઆરી : ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ  ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે અધિક કલેક્ટરશ્રી મિતેષ પંડ્યાની  ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન અધિક કલેકટરશ્રી મિતેષ પંડ્યાએ ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિક કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને ટેબ્લો નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને અધિક કલેક્ટરશ્રીએ નિહાળી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે  આયોજનની વિગતો મેળવી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને અધિક કલેક્ટરશ્રીએ નિહાળ્યો હતો.આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથાર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, નખત્રાણા મામલતદારશ્રી  બી.આર.શાહ, તાલુકા વિકાસ અધિકારીશ્રી દીક્ષિત ઠક્કર, ચીફ ઓફિસરશ્રી ભાવીન કાંધાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Back to top button
error: Content is protected !!