ગીર સોમનાથ જિલ્લા અનુ. જાતિ મોરચા દ્વારા વિશ્વ યોગ દિવસ ની શાનદાર ઉજવણી ગીર ગઢડા ના વડવીયાળા ખાતે કરવામાં આવી
પ્રદેશ ભાજપ ની સૂચના થી ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા નાં અધ્યક્ષ સ્થાને ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ખાતે કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર સોમનાથ જિલ્લા અનુ. જાતિ મોરચા દ્વારા વિશ્વ યોગ દિવસ ની શાનદાર ઉજવણી ગીર ગઢડા ના વડવીયાળા ખાતે કરવામાં આવી
પ્રદેશ ભાજપ ની સૂચના થી ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા નાં અધ્યક્ષ સ્થાને ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ખાતે કરવામાં આવી.
યોગ એ હેલ્થ માટે ઉત્તમ ઉપાય છે, જેથી પૂરા વિશ્વ એ ૨૧ જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે.
જેથી વધારે માં વધારે લોકો યોગ તરફ જોડાય તેમજ યોગ નું મહત્વ સમજે તેવા ઉમદા હેતુ સાથે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમ મા જિલ્લા મોરચા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખટ, જિ. પ. નાં સદસ્ય શ્રી દ્વારકાદાસ દોમડીયા, ગામ ના સરપંચ કાનાભાઈ રામુ, વિનોદભાઈ વાઢેર, પ્રતાપભાઈ વાઢેર, રાજુભાઈ નાકરાણી, વિજયભાઈ દોમડીયા જી. મો. કા. સદસ્ય શ્રી કેશાવદાસ બાપુ, મક્કાભાઈ સરવૈયા, નારણભાઈ પરમાર, નરશીભાઈ બારૈયા, જગદીશભાઈ જાદવ, ઊના તાલુકા મોરચા પ્રમુખ અરજણભાઇ ચૌહાણ, ગીર ગઢડા તાલુકા મોરચા પ્રમુખ શ્રી કરશનભાઈ ચૌહાણ, મહામંત્રી લખમણભાઇ પરમાર તેમજ મંડલ મોરચા ના વિવિધ હોદેદારો હાજર રહી, કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.