
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૬ ફેબ્રુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક કારોબારી સભ્ય તેમજ નખત્રાણા તાલુકા સંયોજક એવા વરિષ્ઠ શિક્ષક શ્રી બાબુભાઈ એન પરમાર સાહેબ, જેઓ સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યેથી ૩૪ વર્ષની સુદિર્ધ કાલીન સેવાઓ બાદ નિવૃત્ત થતા એસ.એસ.પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે રખાયેલ તેમના વિદાયમાન કાર્યક્રમમાં કચ્છ જિલ્લા માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામી તેમજ પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલે તેમને શાલ ઓઢાડી, પુસ્તક અને કલમ આપી નિવૃત્તિ પછી પણ શિક્ષણ, સમાજ અને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત રહેવા તેમજ સ્વસ્થ, નિરોગી અને સુખમય જીવનની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ વતીથી શુભેચ્છાઓ પાઠવેલ હતી.




