GANDHIDHAMKUTCH

ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા પૈસા પડાવતો એસીબીએ છટકુ ગોઠવીને રંગેહાથ ઝડપી પાડયો….

ગાંધીધામ ગાંધીધામ તા. 20
ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં જરૂરતમંદ દર્દીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાના નામે ૫૦૦ રૂપિયા પડાવતા કર્મચારીને એસીબીએ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડયો છે.
ગાંધીધામ એસીબીના પીઆઈ ટી.એચ. પટેલે તેમને મળેલી બાતમીના આધારે સ્ટર્લિંગમાં આયુષ્માન કાર્ડ કાઢી
આપવાના નામે ઉઘરાણાં કરતાં હર્ષ રાજેશભાઇ ગુર્જરને પાંચસો રૂપિયાની માંગણી કરી સ્વિકારતાં ઝડપી લીધો છે. ગરીબ અને ઓછી આવકવાળા દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મફતમાં સારવાર મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તળે આ કાર્ડ કાઢી અપાય છે. આ કાર્ડ બનાવી આપવાની કામગીરી તદ્દન નિ:શુલ્ક કરવાની હોય છે. સ્ટર્લિંગ હોસ્પિટલનો અધિકૃત કર્મચારી હર્ષ ગુર્જર કાર્ડ કાઢી આપવા પેટે દર્દીઓ પાસેથી રૂપિયા પડાવતો હતો. મદદનીશ નિયામકકે.એચ.ગોહિલના માર્ગદર્શનમાં હોસ્પિટલની અંદર આ છટકું ગોઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલની જાણ બહાર આ બધુ ચાલી રહ્યું હતુ જે સામે આવતા હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેને ટર્મીનેટ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર: રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ -9879011934

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!