KUTCHMUNDRA

અદાણી પોર્ટ-મુંદ્રાએ 100 MMT કાર્ગો હેન્ડલ કરી માઈલસ્ટોન સર્જ્યો.

1637 ટ્રેન થકી 1,84,000 કન્ટેનરો હેન્ડલ કરી નવો રેકોર્ડ 766 ડબલ-રેક કન્ટેનર ટ્રેન થકી 43,000 કન્ટેનર પરિવહન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુંદ્રા, 4 ઓકટોબર 2024: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) કાર્યકુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. APSEZ મુન્દ્રાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં 100 MMT કાર્ગો હેન્ડલ કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગત વર્ષની તુલનાએ એક મહિના પેહલા આ સફળતા મેળવી છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો 200 MMTનો ટાર્ગેટ હાથવેંતમાં હાંસલ કરવા પોર્ટ ટીમ ભારે ઉત્સાહિત છે. નોંધનીય છે કે ગત વર્ષે 28 ઓક્ટોબર, 2023ના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી.પાછલા ક્વાટરમાં અદાણી પોર્ટના માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. તદઉપરાંત અદાણી પોર્ટ્સ મુંદ્રા ખાતે સપ્ટેમ્બર માસમાં 1637 ટ્રેન થકી 1,84,000 કન્ટેનરો હેન્ડલ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે જેમાં 766 ડબલ-રેક કન્ટેનર ટ્રેન થકી 43,000 કન્ટેનર પરિવહન કરમાં આવ્યા છે જે ગત જુલાઇ 2024 ના 1,74,000 કન્ટેનર હેન્ડલિંગના રેકોર્ડને વટાવી જાય છે, એ સિવાય સાઉથ પોર્ટ રેલવે હેડ અને એક્ઝિમ યાર્ડમાં અનુક્રમે 1,44,696 અને 38,313 રેકોર્ડ બ્રેક કન્ટેનર મુવમેન્ટ થવા પામી હતી જે અગાઉના કન્ટેનર હેન્ડલિંગ રેકોર્ડને વટાવી જાય છે. 181 દિવસમાં 100MMT કાર્ગો હેન્ડલિંગ થકી અદાણી મુંદ્રા પોર્ટ ભારતીય પોર્ટ અને શિપિંગ ઈન્ડસ્ટ્રીમાં મોખરે રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ડબલ રેક કન્ટેનર હેન્ડલિંગ કચ્છના મુંદ્રા પોર્ટ દ્વારા જ શરૂ કરવામાં આવ્યું હતું.APSEZ ના કુલ પોર્ટ્સ મળીને સપ્ટેમ્બર માસમાં 37.5 MMT મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ ગ્રોથ કન્ટેનર હેન્ડલીંગમાં નોંધાયો હતો જે 31 ટકા (YoY) સતત આગળ વધવા પામ્યો હતો. લિક્વિડ અને ગેસ કાર્ગો હેન્ડલીંગમાં પણ 11% વધારો થવા પામ્યો હતો. ચાલુ વર્ષે રેલ કાર્ગો વોલ્યુમની સાથે-સાથે કંપનીએ લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ નોંધપાત્ર પરફોર્મન્સ બતાવ્યું છે.નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 6 મહિના દરમિયાન અદાણી પોર્ટ્સે કુલ મળી ને 219.8 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 8.5 ટકાનો વધારો દર્શાવે છે. આ કાર્ગો હેન્ડલિંગમાં કન્ટેનર, લીક્વીડ અને ગેસ તથા અન્ય કાર્ગો હેન્ડલિંગનો સમાવેશ થાય છે. આ સફળતા પોર્ટ યુઝર્સ, કર્મચારીઓ, અધિકારીઓ અને ટ્રેડ ઇન્ડસ્ટ્રીના સહકારથી પ્રાપ્ત થવા પામી છે.ભારતના સૌથી મોટા વ્યાપારી બંદર અને વોલ્યુમની દ્રષ્ટિએ ટોચના કન્ટેનર પોર્ટ તરીકે, મુન્દ્રાએ નાણાકીય વર્ષ 2024માં 180 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું કે જે ભારતમાં સૌથી વધુ રહેવા પામ્યું હતું.

For more information, please visit www.adaniports.com

 

Back to top button
error: Content is protected !!