
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા-૩૧ ઓગસ્ટ : કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ભુજ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફસફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર ભુજ શહેરમાં સફાઈ કામગીરી માટે નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર અને જેસીબી મશીનો સાથેની સફાઈ કામદારોની ટીમને કામગીરી સોંપવામાં આવી છે.ભુજ શહેરના રીંગ રોડ, ભુજિયા હિલ રોડ, રિલાયન્સ સર્કલ રોડ, આઈયાનગર વિસ્તાર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આસપાસના રોડની સાફસફાઈ ટીમો દ્વારા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. ભુજમાં વરસાદ બંધ થતા ગઈકાલે રાતથી જ સાફસફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.


