KUTCHMUNDRA

મુન્દ્રાની કોલેજમાં શિયાળામાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે શિક્ષણ સાથે શારીરિક કસરત અને યોગ પણ શરૂ કરાયા

2-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

યોગ અને કસરત એ કોરોના સહિત વિવિધ રોગ સામે રામબાણ ઈલાજ

મુન્દ્રા કચ્છ :- આજના દોડ ધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક બીમારીઓ શરીરમાં પ્રવેશ કરી જાય છે. દરરોજ નિયમિત યોગ અને કસરત કરવાથી સ્કિનથી લઇને હેલ્થને લગતી અનેક બીમારીઓ દૂર થઇ જાય છે. યોગ કરવાથી તન, મન અને આત્માને અઢળક ફાયદાઓ મળે છે. યોગ અને કસરત એ કોરોના સહિત વિવિધ રોગ સામે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.

કોલેજના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક વિકાસની સાથે કેળવણી અને સર્વાંગી વિકાસ થાય તેમજ તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે તાજેતરમાં મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજના પ્રિન્સીપાલ ડો. એલ. વી. ફફલના માર્ગદર્શન હેઠળ શિયાળાની શરૂઆતમાં જ યોગ અને કસરતની કવાયત શરૂ કરવામાં આવી હતી. શ્રેષ્ઠ શિક્ષણની દ્રઢ સંકલ્પના સાથે કસરત કવાયત દરમ્યાન કોલેજના તમામ પ્રાધ્યાપક તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આરતી સોલંકી અને જાનકી હાલાઈ દ્વારા યોગ અને કસરતનું નિદર્શન તથા આરીફા મલેક દ્વારા ભાવવહી શૈલીમાં સમજણ સાથે સંચાલન કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!