
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૪ ડિસેમ્બર : મહિલાઓનો કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૦૫ અમલમાં છે. જે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ દ્વારા જાગૃતિ સેમીનાર અન્વયે તા. ૦૨/૧૨/૨૦૨૪ના રોજ કોટડા ઉગમણાઅંજાર ખાતે યોજાયો.એડવોકેટશ્રીમહમદ હિંગોરાદ્વારા મહિલાઓને“ધરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ -૨૦૦૫” અન્વયે આ કાયદાની જરૂરિયાત તથા ઐતિહાસિક પૂર્વ ભૂમિકા, ઘરેલું હિંસાની વ્યાખ્યા, ફરિયાદ કોઈ સામે થઇ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી,તથા કાયદાની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. દહેજપ્રતિબંધકસહરક્ષણઅધિકારીશ્રી ભરતભાઈમકવાણા દ્વારા “ધરેલું હિંસાસામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ -૨૦૦૫”અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગની પ્રવુતિઓ, જેન્ડર સંવેદનશીલતા વિશે માહિતી આપવામાં આવેલ.પાટીદાર સમાજના મહિલા પ્રમુખ અને યુવા પ્રમુખ, લાયોનેસ ક્લબના પ્રમુખશ્રી દ્વારા સમાજિક રીત રીવાજોથી મહિલાઓને પોતાના પ્રશ્નો પોતે ઉકેલે તે બાબતે ચર્ચા કરેલ.ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વીમેન(DHEW)ના ડીસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસદ્વારાઉપસ્થિત તમામને વિભાગીય યોજના તેમજ હકારાત્મક અભિગમ રાખવા બાબતે માહિતી આપવામાં આવેલ હતી. સખી વન સ્ટોપ સેન્ટર (OSC)ના કેસ વર્કર પારૂલબેન ડામોર દ્વારા સેન્ટર વિશેની માહિતી આપવામાં આવેલ. અંતમાં પ્રશ્નોતરી રાખવામાં આવેલ હતી. જાગૃતિ સેમીનારનું આયોજન DHEWના જેન્ડરસ્પેશિયાલીસ્ટ ભરતભાઈ સોલંકી, જેન્ડર સ્પેશિયાલીસ્ટ અર્ચનાબેન ભગોરા તેમજ સ્પેશિયલફાઈનાન્સીયલ લીટ્રેસીપૂજાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામની તમામ સમુદાયની બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.






