BANASKANTHATHARAD

હું તો લખીશ ? ઉંદરાણા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા નામે મીંડું

૮ ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ તાલુકાના ઉંદરાણા ગ્રામ પંચાયતને આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા તેમ છતાં વિકાસ થી વંચિત રહી ગ્યું છે? શા માટે ઉંદરાણા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન હોય કે પછી વિકાસ ની વાત હોય જાહેર રસ્તાઓ પર પાણીનો વેડફાટ, ગટર લાઈનો ઉભરી રોડ પર દેખાઈ રહ્યું છે કાદવ કીચડ નું સામ્રાજ્ય. ગ્રામ પંચાયત તેમજ ડેરીનુ આજુબાજુ તેમજ જાહેર રસ્તા પર પાણીનો બગાડ થઈ રહ્યો છે તે તંત્રને નહિ દેખાતું હોય અગાઉ પણ ગંદકીના સામ્રાજ્ય વિશે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે તંત્ર એ ધ્યાન ન લેતા કર્યા આંખ આડા કાન એકબાજુ પાણી વિના લોકો વલખાં મારી રહ્યા છે અને બીજી બાજુ પાણીનો બગાડ થઈ રહ્યો છે તો શું આં તંત્ર ને નહિ દેખાતું હોય. જેમાં ઉંદરાણા ગ્રામ પંચાયત માં વહીવટીદારને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં વહીવટદાર દ્વારા જલ્દી આં પ્રશ્ન નો નિરાકરણ કરે તો ભવિષ્યમાં રોગચાળો ફાટી ન નીકળે અને સ્વાસ્થય નુકશાન ન થાય

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!