કાલોલ શહેર સહિત તાલુકાના મુસ્લીમ બિરાદરો દ્વારા ખીર પુરી બનાવી કુંડા પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરાઇ

તાલુકા ૨૩/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઇસ્લામમાં ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદીક રદી અલ્લાહુ અનહુ ની યાદમાં સમગ્ર દેશ-વિદેશમાં મનાવવામાં આવતા ખીર પુરી બનાવી કુંડા તહેવારની કાલોલ શહેર સહિત તાલુકાના વેજલપુર,બોરુ અને એરાલ ગામના મુસ્લીમ બિરાદરો દ્વારા શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામમાં ધર્મમાં ચાર ઇમામો થઇ ગયા જેમાં હઝરત મોહમ્મદ સાહેબના દોહીત્રા નવાસા હઝરત ઈમામ હુસૈન, હઝરત ઈમામ જૈનુલઆબેદ્દીન, હઝરત ઈમામ બાકર રે.દી. અને ચોથા હઝરત ઈમામ સાદીક ર.દી. જેઓ ઇસ્લામી હિજરી વર્ષના રજ્જબ માસની ચાંદ ૨૨ મી તારીખે આ ફાની દુનીયાને અલવિદા કરી ગયા હતા જેથી આ દિવસની તારીખ ને તેઓની યાદમાં મુસ્લીમ બિરાદરો દ્વારા આ પર્વ મનાવવામાં આવે છે અને આ તહેવારને કુંડા તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લીમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે ખીર પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગાં સંબંધીઓને અને આજુબાજુ મોહલ્લા ના રહિશોને પોતાના ઘરે બોલાવી ન્યાઝ પ્રસાદી તરીકે પીરસવામાં આવે છે ત્યારે વહેલી સવારથી કાલોલ શહેરના મુસ્લીમ વિસ્તારોમાં કુંડા ના તહેવારને લઇ ચહલપહલ જોવા મળી હતી જેમાં નાના ભૂલકાઓ થી લઈને મહિલાઓ અને વડીલો પણ એકબીજાનાં મકાનોમાં પ્રસાદી નો લાભ લેવા અવરજવર કરતા નજરે પડ્યા હતા આ તહેવાર ઉજવણી પ્રણાલીકા ઉપર નિયાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે ત્યારે કાલોલ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલ આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.







