GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ધારાસભ્ય ની ઉપસ્થિતિ વચ્ચે MGS હાઈસ્કુલ ખાતે 2 દિવસીય જીલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશનલ ફેસ્ટીવલનો પ્રારંભ

 

તારીખ ૩૦/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને કાલોલ ની ધી એમજીએસ હાઈસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા એમજીએસ હાઈસ્કુલ ખાતે પ્રાથમિક અને માઘ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર સારસ્વત શિક્ષક મિત્રોને પ્રોત્સાહન મળે અને શાળામાં નવતર પ્રયોગો કરવા ગુરુજનોને પ્રેરણા મળે તે હેતુથી ૧૧ મો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ ૨૦૨૫/૨૬ નો આરંભ શુક્રવારે કરવામાં આવ્યો જેમા કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, જીલ્લા અનુસૂચિત મોરચા ના ભરતભાઈ, જીલ્લા શિક્ષણાધિકારી કે એમ પટેલ. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, બી પી ગઢવી પ્રાચાર્ય ડાયટ પંચમહાલ, ડૉ ઉમેશભાઈ આઈ ચૌહાણ સી. લેક્ચરર ડાયટ પંચમહાલ તથા કાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ધી એમજીએસ હાઈસ્કુલ ના આચાર્ય કે પી પટેલ, સી બી ગર્લ્સ હાઇસ્કુલ ના ઈ આચાર્ય એન પી પટેલ, આચાર્ય સંઘના ડી એમ ચૌહાણ તેમજ બીઆરસી અને સીઆરસી કો ઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રાસંગીક ઉદ્બોધનમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે બાળકોને સાંસ્કૃતિક શિક્ષા આપવા પર ભાર આપ્યો હતો અને શિક્ષકો ને મજબૂર નહી મજબુત બનવા અપીલ કરી હતી. શિક્ષકોને બાળકો સાથે ગાવા અને ખાવા નુ આહવાન પણ કર્યુ હતુ. જીલ્લા શિક્ષણ અધિકારી તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આધુનિક સમયની માંગ મુજબ શિક્ષણમાં અવનવું લાવવા અને પ્રયોગો કરવા માટે ગુરુજનોને અભિનંદન આપ્યા હતા.ડાયટ ના પ્રાચાર્ય બી પી ગઢવી દ્વારા સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. સી.લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણે પણ ઉદ્બોધન કર્યું હતુ .કુલ ૪૨ જેટલા સ્ટોલ ઉપલબ્ધ થયા હતા. પ્રાથમિક વિભાગના ૩૬ સ્ટોલ,૪ માધ્યમિક વિભાગના શિક્ષકો અને આચાર્ય સહિત ચાર જેટલા સીઆરસી દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.૧ આંગણવાડી નો અને એક સીઆરસી એમ કુલ મળીને ૪૨ જેટલા સર્જનાત્મક સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ ની મુલાકાત લેવામાં આવી હતી. પોતાના કાર્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સારવત શિક્ષકો નુ સન્માન કરવામાં આવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!