ANJARKUTCH

ભીમાસર સી.આર.સી.કક્ષાનો કલા ઉત્સવ શ્રી સરસ્વતી વિદ્યામંદિર ભીમાસર ખાતે યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૧૦ સપ્ટેમ્બર : શ્રી સરસ્વતી વિદ્યામંદિર ભીમાસર ખાતે સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ આજ રોજ તારીખ 10/09/2024 ને મંગળવારનો રોજ યોજાયો. જેમાં ક્લસ્ટરની 7 શાળાના 18 વિદ્યાર્થીઓએ બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન અને ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોમાં સુરેશભાઈ હુંબલ ટ્રસ્ટનાં મંત્રીશ્રી, ગીરીશભાઈ અગ્રવાલ શાળાના પ્રધાનાચાર્યશ્રી અને મહેશ દેસાઈ સી.આર.સી.કો.ઓ.ભીમાસરનાં હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો.મંચસ્થ મહાનુભાવોનું સી.આર.સી.કો.ઓ. એ શાલ અને પુસ્તક આપી સ્વાગત સન્માન કર્યું હતું.કુલ 4 સ્પર્ધાઓમાં 12 નિર્ણાયકોની નિમણુંક કરીને સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમને અંતે તમામ વિભાગમાં કુલ 1 થી 3 નંબર આપવામાં આવ્યાં. જેમને રોકડ પુરસ્કાર સ્વરૂપે 2400 ₹ આપવામાં આવ્યાં. નિર્ણાયકોની માનદ્ વેતન ચૂકવવામાં આવ્યું. કાર્યક્રમમાં ચા અને અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ. પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓ બી.આર.સી.કક્ષાએ સી.આર.સી.ભીમાસરનું પ્રતિનિધિત્વ કરશે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સી.આર.સી.કો.ઓ. ભીમાસર શ્રી મહેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. યજમાન શાળા શ્રી સરસ્વતી વિદ્યાલયના પ્રધનાચાર્યશ્રી અને એમનાં સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેવું સી.આર.સી.કો.ઓ. ભીમાસર મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!