GANDHIDHAMKUTCH

શ્રી ગોપાલનગર પ્રાથમિક શાળામાં ભીમાસર સી.આર.સી. કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ ,તા-૧૪ સપ્ટેમ્બર  : કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ. મંચસ્થ મહાનુભાવોમાં ટપ્પરના સરપંચશ્રી ડાહ્યાભાઈ રબારી, ઉપસરપંચશ્રી, ભીમાસર સી.આર.સી.કો.ઓ.શ્રી મહેશભાઈ, શાળાનાં આચાર્યશ્રી જિંદુસિંહ, એસ.એમ.સી. અઘ્યક્ષશ્રી શંભુભાઈ તેમજ શિક્ષણવિદ્ શંકરભાઈના હસ્તે દીપ પ્રાગટય કરીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું. કુલ 5 વિભાગમાં 17 કૃતિઓ ક્લસ્ટરની શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. તમામ 5 વિભાગોનું રીબીન કાપી મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ નિર્ણાયકો નિર્મલસાગર પટેલ અને મહેશ દેસાઈ દ્વારા તમામ વિભાગમાં જઈને કૃતિઓ નિહાળી બાળ વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને નિહાળવા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ભોજનનો 11000 ₹ નો ખર્ચ શાળા પરિવાર અને એસ.એમ.સી. પરિવારે ઉઠાવ્યો હતો. કુલ 5 વિભાગમાં 5 કૃતિઓ જેનો પ્રથમ નંબર આવ્યો છે તે તાલુકા કક્ષાએ સી.આર.સી.નું પ્રતિનિધિત્વ કરશે. જેમાં વિભાગ 1 માં ટપ્પર કન્યા શાળાની રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે આયુર્વેદ માર્ગદર્શક શિક્ષિકાશ્રી પારૂલબેન પટેલ તથા બાળ વૈજ્ઞાનિકો શ્રીમાળી અનામિકા અને રબારી પૂજા વિભાગ 2 માં ગોપાલનગર પ્રા. શાળાની ઓટોમેટિવ શટ ડાઉન અંડર બ્રિજ માર્ગદર્શક શિક્ષકશ્રી નેહલભાઈ ચુડાસમા તથા બાળ વૈજ્ઞાનિકો આર્યન બાલાસરા અને પ્રિયા ડાંગર વિભાગ 3 માં વરસાણા પ્રાથમિક શાળાની ફૂલછોડની માવજત માર્ગદર્શક શિક્ષકશ્રી લાલજીભાઈ આહિર તથા બાળ વૈજ્ઞાનિકો સંજયસિંહ રાઠોડ અને જાડેજા કુલદીપસિંહ વિભાગ 4 માં ભીમાસર પ્રાથમિક શાળાની મેજિક બોર્ડ ફોર બેઝિક મેથ્સ માર્ગદર્શક શિક્ષિકાશ્રી મૌલિકાબેન પટેલ તથા બાળ વૈજ્ઞાનિકો મ્યાત્રા રુદ્ર અને ભગીરથ મકવાણા તેમજ વિભાગ 5 માં શક્તિનગર પ્રાથમિક શાળાની કલર જોવો અને કરંટથી બચો માર્ગદર્શક શિક્ષકશ્રી નિર્મલસાગર પટેલ તેમજ બાળ વૈજ્ઞાનિકો રિતેશ ઉંદરિયા અને કિશોર ભીલ બી.આર.સી.કક્ષાએ તાલુકામાં ભાગ લેશે. પ્રદર્શનમાં 1 થી 3 નંબર મેળવનાર બાળ વૈજ્ઞાનિકોને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો,પ્રમાણપત્ર અને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન સી.આર.સી.કો.ઓ. મહેશ દેસાઈએ કર્યું હતું. ગોપાલનગર પ્રાથમિક શાળાના યજમાનપદે શાળાનાં સ્ટાફમિત્રો અરવિંદસિંહ,મુળજીભાઈ,વિશાલભાઈ, નેહલભાઈ,હિતેશભાઈ અને ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેમનો પણ સી.આર.સી.કો.ઓ.એ ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ પટેલે કર્યું હતું તેમ મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!