રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરા તાલુકા કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મુંદરા, તા. 18 : તાજેતરમાં સંયુક્ત કર્મચારી સંઘ-કચ્છ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે મુંદરા તાલુકા કર્મચારી મહામંડળ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી હોલમાં યોજાયેલ આ કેમ્પમાં પ્રાથમિક શિક્ષણ, હાઇસ્કુલ, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગ તથા અન્ય સંવર્ગના કુલ 81 કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતા માટે ઉત્તમ સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ દાતાઓનું સ્વાસ્થ્ય ચેકઅપ કરીને સુવ્યવસ્થિત રીતે રક્તદાન પ્રક્રિયા સંપન્ન કરાઈ હતી. દાતાઓ માટે ચા-નાસ્તાની સગવડ તેમજ સ્મૃતિરૂપે ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માટે રોટરી હોલના ટ્રસ્ટીઓ દ્વારા હોલની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી સહદેવસિંહ જાડેજા અને તેમની ટીમ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરીભાઈ જાટીયા અને આરોગ્ય ટીમ તથા સહયોગ આપનાર તમામ કર્મચારીઓ અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)