થરામાં શ્રી ઓગડ વિદ્યા મંદિરેથી ત્રિરંગાયાત્રા નું પ્રસ્થાન કરાવતા બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા..
સમસ્તભરવાડ સમાજ ગુરૂગાદી શ્રીઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યા ના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુના આશીર્વાદ આપ્યા...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર ત્રિરંગા”નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે.જેને અનુલક્ષીને આજરોજ તા. ૧૩/૦૮/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સવારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી ઓગડ વિદ્યા મંદિરના પટાંગણ થી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, સુખદેવસિંહ સોઢા,કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી,કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ.એમ.પંડ્યા, થરા સ્ટેટ માજીરાજવી એવમ નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ ભટેસરીયા,શ્રી ઓગડ વિદ્યા મંદિરના પ્રમુખ ધિરાજકુમાર કે.શાહ, ડાહ્યાભાઈ પીલીયાતર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી અમીભાઈ દેસાઈ,ઈશુભા વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર, મહામંત્રી રાધવેન્દ્ર જોષી,અલ્પેશભાઈ શાહ બાબુભાઈ ચૌધરી ખસા, ઝેણુંભા વાઘેલા,ઉમેશભાઈ પ્રજાપતિ અને ઉપસ્થિત મહાનુભાવોએ ત્રિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી સાથે જોડાયહતા.આ ભવ્ય ત્રિરંગાયાત્રામા શ્રી વિનય વિદ્યા મંદિર,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિધાર્થીઓ,હોમગાર્ડ જવાનો, પોલીસ કર્મીઓએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.“હર ઘર ત્રિરંગા” અભિયાનને સફળ બનાવવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રારંભાયેલી આજની આ વિશાળ બાઈક રેલીમાં ગ્રામજનો મંત્રમુગ્ધ થયા હતાં.તાણા-થરા નગર જનો જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. ત્રિરંગાયાત્રા હાઈવે રોડ, વાળીનાથ રોડ થઈ સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા મહાદેવ મંદિરે પહોંચી દર્શન કરી સમસ્તભરવાડ સમાજ ગુરૂગાદી શ્રીઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ સોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફકીરમહંમદ વી.સાચોરા,એડવોકેટ રફિકભાઈ મંસુરીની ઉપસ્થિતમાં સ્કૂલના દરેક બાળકોને બિસ્કીટ ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.આ ત્રિરંગા યાત્રામા થરા નગરપાલિકા કોર્પોરેટર ગીરાબેન શાહ,રાયમલભાઈ ચૌધરી, વિક્રમસિંહ વાઘેલા,મહેન્દ્રસિંહ વાઘેલા, રસિકભાઈ પ્રજાપતિ,નગર પાલિકા સ્ટાફ, વનરાજસિંહ વાઘેલા વડા,શરદભાઈ સાંપરીયા, ભરતસિંહ વાઘેલા,શ્રી ઓગડ વિદ્યા મંદિરના આચાર્ય હિમાંશુભાઈ શાહ,શિક્ષક ભારમલભાઈ ચૌધરી, સુહાગભાઈ બારોટ,શ્રી વિનયવિદ્યા મંદિરના આચાર્ય હરેશભાઈ ચૌધરી,શિક્ષક એમ.વી.પટેલ,ગોવિંદભાઈ મુંધવા સહીત વિશાળ સંખ્યામા થરા નગરજનો જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોરાભાઈ દેસાઈએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦