KUTCHMANDAVI

સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’ તરીકે ઉજવીને પૂરક આહાર, ગ્રોથ મોનિટરિંગ વગેરે પોષણ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન.

કચ્છ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણીનો આંગણવાડીઓ ખાતે શુભારંભ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૪ સપ્ટેમ્બર : ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રીશ્રી અન્નપૂર્ણા દેવી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ પોષણ માસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ કડીના ભાગરૂપે સપ્ટેમ્બર-૨૦૨૪માં સાતમાં પોષણ માસની ઉજવણી કચ્છ જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે.કચ્છ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં સ્થાનિક મહાનુભાવો અને આંગણવાડીના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સાતમાં પોષણ માસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. પોષણ શપથ લઈ કાર્યક્રમને મહાનુભાવોએ ખુલ્લો મૂક્યો હતો. સપ્ટેમ્બર મહિનાના ૩૦ દિવસ દરમિયાન પોષણ સંબંધિત આયોજિત વિવિધ પ્રવૃતિઓનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!