
ભુજ : શહેરમાં ટ્રાફિક અવેરનેશને ધ્યાનમાં રાખીને સરાનીય કામગીરી હાલ થઈ રહી છે. રાત્રી દરમિયાન હાલ જે કામગીરી ભુજ નગરપાલિકાને કરવાની હોય તે કામગીરી ભુજ શહેર ટ્રાફિક પોલીસ અને ગૌસેવા સમિતિના યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે. તે કાર્યવાહીને જાગૃત નાગરિકોએ બિરદાવી હતી. છેલ્લા વર્ષોથી ભુજ સહિત સમગ્ર કચ્છના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને ખુલ્લા મૂકી દેવાતા ઢોરોની સમસ્યામાં વધારો થયો છે અને આવા પશુઓ જાહેર માર્ગોપર અડિંગો ધરાવીને બેસી રહે છે, જેને લઈને અનેક મહામોલ માનવ જીવન મોતના મુખમાં ધકેલાઈ ગયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે. તેમ છતાં પાલિકા દ્વારા શૂન્ય કામગીરી છે. જેના નિવારણ હેતુ રાત્રી દરમિયાન આવા રખડતા પશુઓના ગળા અને શીંગણામાં એન્ટીરીફલેક્ટર પટ્ટીઓ લગાવીને અકસ્માતો નીવારી શકાય તે ઉદેશ્ય સાથે ભુજ શહેર ટ્રાફિક પીએસઆઇ ટી.બી.રબારી સહિતનો પોલીસ સ્ટાફ અને ગૌસેવા સમિતિના યુવાનોએ ચિંતા વ્યક્ત કરીને ઉમદા કામગીરી કરી હતી.
આ પશુઓપર મોટા વાહનો અને નાના વાહન ચાલકોને વાહનની લાઈટ પડતા એન્ટીરીફલેક્ટરની મદદથી અકસ્માત નિવારવામાં મદદરૂપ બનશે અને સદભાગ્યે કોઈક અબોલજીવ અને અમૂલ્ય માનવ જીવન મોતના મુખમાં ધકેલાતા અટકશે. આ સરાનીય કામગીરીને શહેરના જાગૃત લોકોએ બિરદાવી હતી.
ખરેખર આવા રખડતા પશુઓને પાલિકા દ્વારા પાંજરે પૂરીને તેના માલિકોને દંડવા જોઈએ આ કાર્યવાહી માટે અનેક વખત જિલ્લા કલેકટરે સ્પષ્ટ સૂચના આપી છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી થઈ અને જેને લઈને અકસ્માતોના અનેક બનાવો બન્યાના અહેવાલો પ્રસિદ્ધ થયાં છે. હવે પાલિકાની કાર્યવાહી ભુજ શહેર પોલીસ અને ગૌસેવા સમિતિ દ્વારા હાથરાઈ છે સરાનીય છે.





