DAHODGUJARAT

દાહોદ ઔધોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર માટે નોંધણી કેમ્પ યોજાશે 

તા.૦૬.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઔધોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર માટે નોંધણી કેમ્પ યોજાશે

તા.૨૨.૦૫.૨૦૨૫ના રોજ મહિલા આઈ.ટી.આઈ દાહોદ ખાતે મહિલા રોજગાર ભરતી મેળો યોજાશે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દાહોદ દ્વારા મે ૨૦૨૫ દરમિયાન યોજાનાર ઔદ્યોગિક રોજગારી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ પાંચ થી લઈને આઈ.ટી.આઈ, ધોરણ ૧૦ ૨૦, જીએનએમ, બીએસસી નર્સિંગ ,ડિપ્લોમા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ,જેવી ટેકનીકલ નોન ટેકનિકલ જગ્યાઓ માટે અનુભવી , બિન અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારની તક પુરી પાડવામા આવશે આ ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૩૫ની મર્યાદામાં હોવી જોઈએ .તારીખ ૦૯.૦૫.૨૦૨૫ના રોજ સરકારી આઈ.ટી.આઈ લીમખેડા ખાતે ૧૧:૦૦ કલાકે, તારીખ ૧૬.૦૫.૨૦૨૫ ના રોજ સરકારી આઈ.ટી.આઈ મેલણીયા ઝાલોદ ખાતે ૧૧:૦૦ કલાકે, તારીખ ૨૨.૦૫.૨૦૨૫ના રોજ મહિલા આઈ.ટી.આઈ દાહોદ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ભરતી મેળો યોજાશે.જેમાં ફક્ત મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે . તારીખ ૨૯.૦૫.૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી જિલ્લા સેવા સદન છાપરી, દાહોદ ખાતે રૂમ નંબર ૩૧૩ ,૧૪ અને ૧૫માં ભરતી મેળો યોજાશે, એમ દાહોદ રોજગાર અધિકારી દ્વારા જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!