BHUJKUTCH

લાંબા સમય થી પ્રવાસી જનતાની માંગણી કચ્છ થી જોધપુર ટ્રેન શરૂ

લાંબા સમય થી પ્રવાસી જનતાની માંગણી કચ્છ થી જોધપુર ટ્રેન શરૂ થવાની રજુઆત થી પ્રવાસી જનતામાં રેલાઇ આનંદ ની લાગણી - સાંસદ વિનોદભાઇ ચાવડા 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૬ ફેબ્રુઆરી : કચ્છ અને રાજસ્થાન ની સંસ્કૃતિ – રીતરિવાજો માં ઘણી બધી સમાનતા છે. અને વ્યાવહારિક સબંધો એકમેક ને મળતા છે. પ્રસંગોપાત અને વેપાર વણજ ને કારણે આવન જાવન રહે છે. સપ્તાહ માં ત્રણ વખત ચાલતી ગાંધીધામ – જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાની રેલ્વે મંત્રાલય ની પહેલને કચ્છની જનતા – સંસ્થાનો ચેમ્બર અને સાંસદશ્રી તથા જન પ્રતિનિધિઓ ની માંગણીઓ ને લક્ષમાં લઇ ગાંધીધામ – જોધપુર ટ્રેન દૈનિક કરવા માટે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુહતું કે આ ટ્રેન શરૂ થતાં કચ્છ – ગુજરાત રાજસ્થાન ની જનતામાં આનંદની લાગણી થઇ છે. આ ટ્રેન ગાંધીધામ થી રાત્રે ૧૧:૫૫ વાગ્યે રવાના થઇ સવારે ૦૯:૩૦ વાગ્યે જોધપુર પહોંચશે અને જોધપુર થી રાત્રે ૦૮:૫૦ વાગ્યે રવાના થઇ સવારે ૦૬:૫૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. કચ્છ અને રાજસ્થાન જોધપુર ને જોડતી આ ટ્રેન માટે ખુબજ લાંબા સમયની માંગણી, મૌખીક અને લેખીત રેલ્વે મંત્રાલય માં રજુઆત ની ફલશ્રુતિ દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તેમ સાંસદશ્રીએ જણાવ્યુ હતું.

Back to top button
error: Content is protected !!