HALOLPANCHMAHAL

હાલોલ ગ્રામ્ય પોલીસે બળીયાદેવ ગામેથી ભેંસો બાંધવાનાં ઢાળીયામાં બનાવેલ ભોંયરામાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

તા.૧૪.એપ્રીલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના બળીયાદેવ ગામેથી રૂ.૨,૪૭,૨૦૦/- રૂ.નો દારૂનો જથ્થો ઝડપી એક આરોપી સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના બળીયાદેવ ગામે રહેતા ગોરાંગભાઈ ગનપતભાઈ ચોહાણ પોતાના રેહનાક મકાનમાં તથા ઘરની નજીક ભેંસો બાંધવાનાં ઢાળીયામાં બનાવેલ ભોંયરામાં સંતાડી રાખી વિદેશી દારૂનો વેપલો કરતા હોવા અંગેની બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારતાં ભોંયરામાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જુદી જુદી બ્રાંડનો તથા બિયર મળી ૧૧૭૬ બોટલો જેની કિંમત ૨,૪૭,૨૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી પોલીસે ગોરાંગભાઈ ગનપતભાઈ ચોહાણ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!