BHUJKUTCH

ભારતના માન.રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતને અનુલક્ષીને ભુજ શહેરમાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા -૨૭ ફેબ્રુઆરી : તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ સુધી ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી કચ્છ જિલ્લાની મુલાકાતે પધારનાર હોઈ તેઓની ભુજ શહેર ખાતેની મુલાકાત કાર્યક્રમ દરમિયાન કોઈ અકસ્માત કે બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારુ તા. ૨૮/૦૨/૨૦૨૫ના રોજ સવારના કલાક ૭:૦૦ થી સાંજના કલાક ૧૯:૦૦ વાગ્યા સુધી ભુજના નળ સર્કલથી સ્મૃતિવન થઈ આર.ટી.ઓ. સર્કલ થઈ પ્રિન્સ રેસિડેન્સી સુધીના રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં. વૈકલ્પિક માર્ગ/રસ્તા તરીકે પ્રિન્સ રેસિડેન્સીથી ૩૬ ક્વાર્ટર ચાર રસ્તા થઈ નાગોર ફાટક થઈ નળ સર્કલવાળા રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.આ જાહેરનામું અમિત અરોરા, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે. આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરે તે વાહનો, એમ્બ્યુલન્સ વાહનો, ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં.

Back to top button
error: Content is protected !!