વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૬ નવેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રી માન. શ્રી મહેન્દ્ર કપૂરજીની ઉપસ્થિતિમાં ગુજરાતના 100 કરતા વધારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી મિતેષભાઈ ભટ્ટ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાતનું એકમ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ માન્યતા ક્રમાંક ૧૪૨૦૧૯/૮૮૯/લ/
તારીખ ૧૪/૮/૨૦૧૯,સરકારી આચાર્ય શૈક્ષિક મહાસંઘ વર્ગ-૨,ના પદાધિકારીઓની નિયુક્તી કરવામાં આવેલ હતી. જેને ઉપસ્થિત સૌ પદાધિકારીઓએ આવકાર આપ્યો હતો. સરકારી આચાર્ય શૈક્ષિક નવ નિયુકત પદાધિકારીઓ જે નીચે મુજબ છે.
અધ્યક્ષ – શ્રી વિશાલભાઈ રાજ્યગુરુ – ભાવનગર
વરિષ્ઠ ઉપાધ્યક્ષ – શ્રી ભરતદાન ગઢવી – બનાસકાંઠા
ઉપાધ્યક્ષ :- શ્રી રામજીભાઈ જીડ- સુરેન્દ્રનગર
સંગઠન મંત્રી – શ્રી જીગ્નેશભાઈ વ્યાસ – ભાવનગર
મંત્રી – શ્રી હેમંતભાઈ પટેલ-દાહોદ
મંત્રી -શ્રી નીરવભાઈ કારીયા- અમરેલી
મંત્રી – શ્રી મુકેશભાઈ શ્રીમાળી- પાટણ
મહિલા મંત્રી-શ્રી મીતાબેન ગૌસ્વામી – સુરત
મંત્રી -શ્રી યોગેશભાઈ ભટ્ટ- રાજકોટ,
ઉપરોક્ત પદાધિકારીઓ સરકારના આદેશ અને બંધારણ મુજબ આગામી ત્રણ વર્ષ દરમિયાન પોતાના સંવર્ગમાં સંગઠન ગતિવિધિઓ કરશે. નવિન વરાયેલ પદાધિકારીઓને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાતની પ્રાંત ટીમની સાથે સાથે કચ્છ જિલ્લાના તમામ સંવર્ગોના પદાધિકારીઓ તરફથી અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.