
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
લખપત,તા-૧૧ સપ્ટેમ્બર : લખપત અને અબડાસા તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોના રોકથામ માટે લેવાયેલા અટકાયતી પગલાંઓ વિશે વિગતો મેળવીને સમીક્ષા કરતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ ભારે તાવના લક્ષણો ધરાવતા કોઈપણ દર્દીને તાત્કાલિક નજીકની સરકારી મેડિકલ ફેસિલિટિઝમાં દાખલ કરાવીને સારવાર આપવા સૂચના આપતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ અસરગ્રસ્ત તાલુકામાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સેમ્પલ લઈને દર્દીને નજીકની મેડિકલ ફેસિલિટિઝમાં દાખલ કરવા સૂચના આપતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી ચાલુ રાખીને નાગરિકોનું સ્ક્રીનીંગ કરવા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની તાકીદ કચ્છમાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓ સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રતિબદ્ધ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત.
તાવ, શરદી, ઉધરસ, સ્નાયુઓમાં દુઃખાવો કે શરીરમાં નબળાઈ જણાઈ તો નજીકના સરકારી સુવિધાઓનો સંપર્ક કરીને સારવાર લેવા નાગરિકોને અનુરોધ.જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ અને જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલને વર્તમાન આરોગ્યની સ્થિતિથી માહિતી આપી.







