BHUJKUTCH

HTAT (મુખ્ય શિક્ષક)ના બદલીના નિયમો બનાવવા ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ

૯ – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :-રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફ૨જ બજાવતા પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમો તા.૮/૪/૧૯૯૯થી અમલમાં છે. જેમાં જરૂર જણાયે પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોના હિતમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે. છેલ્લે તા.૧/૪/૨૦૨૨ના બદલીના નિયમો બનાવવામાં આવેલ. આ નિયમોમાં કેટલીક વિસંગતતાઓના કારણે બદલીના નિયમોમાં સુધારા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે અને યોગ્ય સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં HTAT (મુખ્ય શિક્ષકો)ની ભરતી ઘણા સમયથી કરવામાં આવી છે. તેમના માટે બદલીના નિયમો બનાવવામાં આવ્યા પરંતુ વિસંગતતાઓના કારણે કોર્ટ મેટરો થતાં બદલીઓ થઈ થકી નહોતી. તા.૧/૪/૨૦૨૨ના નિયમોમાં HTAT (મુખ્ય શિક્ષકો)ના બદલીના નિયમો રદ કરવામાં આવેલ છે અને પ્રાથમિક શિક્ષકોના જે નવા નિયમો બનાવવામાં આવે છે તેમાં HTAT (મુખ્ય શિક્ષકો)ના નિયમો બનાવવામાં આવેલ નથી. HTAT (મુખ્ય શિક્ષકો) માટે અલગ પોલીસી બનાવવાની બાબત સરકારશ્રીની વિચારણામાં છે તેમ બદલીઓના નિયમોમાં સુધારા માટે મળેલ કમિટીની બેઠકમાં જણાવવામાં આવેલ છે. તો જે રીતે પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમોમાં સુધારા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે તે જ રીતે HTAT (મુખ્ય શિક્ષકો)ના બદલીના નિયમો માટે પણ ખાસ કમિટિની રચના કરી ઝડપથી બદલી નિયમો બનાવવામાં આવે તો HTAT (મુખ્ય શિક્ષક) ભાઈબહેનો પણ બદલી કરાવી શકે અને પોતાના વતનમાં કે પરિવાર સાથે રહી પ્રફુલ્લિતતા અને જોમ જુસ્સા સાથે તંદુરસ્ત શિક્ષણ બાળકોને આપી શકે. આ માટે બદલીના નિયમો સારૂ એક ખાસ કમિટીની રચના કરી ઝડપથી HTAT (મુખ્ય શિક્ષકોના) બદલી નિયમો બનાવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સમક્ષ કરવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા તથા મંત્રી કેરણા આહીરની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!