
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
• દર મહિને લગભગ 1000 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ
• 6000 થી વધુ વિધ્યાર્થીઓ દ્વારા કરતો શ્રમયોગ
• 35 શાળાઓ આ પહેલ હેઠળ આવરી લેવામાં આવી
• પ્લાસ્ટિક વેસ્ટ માંથી ઇકોબ્રિક્સ, વૃક્ષારોપણ માટે ક્યારા, બેંચીસ જેવી અન્ય ઉપયોગી માળખાઓ બનાવ્યા
મુંદ્રા, 21 ફેબ્રુઆરી 2025 :મુન્દ્રા પેટ્રોકેમિકલ્સઅને અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળાઓની પહેલ તરીકે ગ્રીન સ્કૂલ્સ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં, અદાણી ફાઉન્ડેશનના 75 થી વધુ ઉત્થાન સહાયકશિક્ષકો ને શાળાના સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકશાન અનેમાનવશરીરમાં માઇક્રો પ્લાસ્ટિકના પ્રવેશને અટકાવવા અને તેના રિસાયક્લિંગ માટે ઇકોબ્રિક્સ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.બીજા તબક્કામાં, કંપનીના મુખ્ય વિસ્તારોની પ્રાથમિક અને માધ્યમિક એવી 35 શાળાઓમાં દરેક વર્ગ ના વિધ્યાર્થીઓ સાથે જાગૃતિઅંગે ના વર્ગો લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકશાનકારક મુદ્દાઓ, તેના ભવિષ્યના જોખમો અને માઇક્રોપ્લાસ્ટિક્સ કેવી રીતે માનવ શરીરમાં પ્રવેશ કરે છે અને આપણા સ્વાસ્થ્યને અસર કરે છે તે અંગે સમજાવવામાં આવ્યું હતું. શાળાઓ અને વિદ્યાર્થીઓએ આ પહેલને સ્વીકારીઅને શાળાઓમાં એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકમાંથી ઇકોબ્રિક્સ બનાવવાનું શરૂ કર્યું છે.આ ઇકોબ્રિક્સનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓએ ઉત્સાહથી શાળાઓમાં વૃક્ષારોપણ માટે ક્યારા, બેંચીસ જેવી અન્ય ઉપયોગી માળખાઓ બનાવ્યા તેમજ આ પ્રવૃતિ ને રોજિંદા જીવન ની ટેવ તરીકે અપનાવી છે. અત્યાર સુધીમાં, 35 શાળાઓ આ પહેલ હેઠળ આવરી લેવામાં આવી છે. આ રીતે, દરેક શાળામાં દર મહિને લગભગ 30 કિલો પ્રતિ માસ અને સંયુક્તરીતે આશરે 1000 કિલો પ્રતિ માસ શાળાના વિધ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું જ રિસાયક્લિંગ કોઈ પણ ખર્ચ વગર કરવામાં આવે છે. જેના ખૂબ સારા પરિણામ સ્વરૂપ આ પહેલ અને પર્યાવરણ માટેની સકારાત્મક ટેવ સમગ્ર જિલ્લાની શાળાઓના વિધ્યાર્થીઓમાં આવે તે હેતુ થી મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ લી. અને અદાણી ફાઉન્ડેશન પ્રયત્નશીલ રહશે.આ રિસાયક્લિંગકરવાની પ્રવૃતિના ઘણા ફાયદા દરેક વિધ્યાર્થીઓના દૈનિકજીવનમાં પણ જોવા મળ્યા. આ પહેલથી, વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તેઓ ટેલિવિઝન અને મોબાઇલ પર સમય વિતાવવાના બદલે આ ઇકોબ્રિક્સ બનાવવામાં વિતાવે છે, જેથી તેઓના માતા-પિતાએ પણ આ પહેલને સ્વીકારી છે અને પ્લાસ્ટિક બેગના બદલે કપડાના બેગનો ઉપયોગ શરૂ કર્યો. વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસ પર શાળામાં ચોકલેટના બદલે ફળોનું વિતરણ શરૂ કર્યું, આ સાથે તેમના દ્વારા ગાય કે અન્ય પ્રાણીઓના પેટમાં પ્લાસ્ટિક જતાં રોકવાની કોશિશ અને લોકોમાં આ અંગે ની જાગૃતિ લાવી ગામ માં એક વખત વપરાશ માં લેવાતા પ્લાસ્ટિક નો ઉપયોગ બંદ કરવા અનુરોધ કરવામાં આવે છે. આ રીતે, સમાજમાં ઘણા પરિવર્તનો જોવા મળે છે.આ પહેલ હેઠળ, દર મહિને લગભગ 1000 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ 6000 થી વધુ વિધ્યાર્થીઓ દ્વારા શૂન્ય ખર્ચે કરવામાં આવે છે. વિધ્યાર્થીઓના પ્રોત્સાહન જાળવી રાખવા અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ લી. દ્વારા કેટલીક આંતરશાળા ની સ્પર્ધાઓનું આયોજન થયું છે જેમાં વેસ્ટ માથી બેસ્ટ, પર્યાવરણ ની ગંભીરતા ને સમજ આપતી ચિત્ર સ્પર્ધા. ક્વિઝ વગેરે નું આયોજન કરી વિધ્યાર્થીઓને બિરદાવવામાં આવે છે.






