KUTCHMANDAVI

માંડવીના બિદડા ગામે પીજીવીસીએલ ટીમો સાથે લાઈટ ચાલુ કરવા માટે ની કામગીરીમાં ખડેપગે સાથે રહીને જરૂરી સહયોગ આપતા ગ્રામજનો

૨૦-જૂન.

વાત્સલ્યણ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ

સેવા, સહકાર અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ બન્યું માંડવી તાલુકાના બિદડા ગામ.

બિદડા ગામના લોકોએ વીજપુરવઠો જલ્દી ચાલુ કરવામાં આવે તે માટે ખડેપગે સાથે રહીને સેવા આપતા તમાંમ મદદરૂપ લોકો નુ બિદડા ગામના સરપંચ,ઉપ સરપંચ અને તલાટી શ્રીએ તમાંમ લોકો નુ આભાર માન્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામે બિપરજોય વાવાઝોડાના લીધે પોલ ધરાશયી થતા વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો જેને પુનઃસ્થાપિત કરવા માટે ગ્રામજનો પણ સવારથી અલગ અલગ ટુકડીઓ બનાવી પીજીવીસીએલની ટીમને સહકાર આપી રહ્યા છે. ખાસ કરીને જરૂરી મશીનરી, સાધનો ગ્રામજનો દ્વારા પુરા પાડવામાં આવી રહ્યા છે. ગ્રામજનો દ્વારા વીજપોલ ઊભા કરવામાં, દોરડા પકડવામાં, કેબલ જોડવા જેવી કામગીરીમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. પીજીવીસીએલની સાથો સાથ ગ્રામજનોની મહેનત પણ રંગ લાવી રહી છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં સેવા સહકાર અને સંકલનનો માહોલ ચોતરફ જોવા મળી રહ્યો છે.આખા કચ્છમાં ટ્રેક્ટર, જેસીબી, ડમ્પર વગેરે સાધનો મશીનરીની મદદથી ગ્રામજનો સતત પીજીવીસીએલ અને અન્ય રાહત બચાવ કાર્ય કરતી એજન્સીઓને સહકાર આપી રહ્યા છે.જીઈબી ની સરહાનીય કામગીરી તેમજ મફતનગર વિસ્તાર ના યુવાઓ દ્વારા સતત વીજ તંત્ર ને સાથે રહી ખભે ખભા મિલાવી વીજ જોડાણ પુનઃ સ્થાપિત કરવા માં આવ્યું હતું.

બિદડા મફતનગર વિસ્તારમાં જલ્દી થી વિજ પુરવઠો ચાલુ કરવામાં આવે તે અનુલક્ષીએ કાન્તિભાઈ દડગા,બિજલ મહેશ્વરી, રમેશ મહેશ્વરી,અનવરભાઈ સમેજા, દ્વારા આખાં મફતનગર વિસ્તારમાં વિજ લાઈન ઉપર નળતર રૂપ વૃક્ષોની કટીંગ કરવામાં સહ ભાગી રહ્યા છે.અને જે વાવાઝોડાં માં ધરાશયી થયેલા વૃક્ષો વિજ લાઈન ઉપર પડ્યા હતા તે લાઈન ખુલી કરવામાં વૃક્ષો ને કટીંગ કરીને લાઇનો ખુલી કરવામાં ખડેપગે ઉભા રહી ને સખ્ત મહેનત કરી હતી.આ સરહાનિય કાર્ય માં જીઈબીના વાયારમેન હિંમતસિંહ જાડેજા, નારણભાઈ ગલાંગા, રમેશભાઈ પાયણ, ભાણજીભાઈ ધેડા,બાબુ નંજારા,દેવજીભાઈ સંઘાર, પ્રવીણભાઈ પટેલ,ઉપસરપંચ શ્રી ગીરીશભાઈ ગોર, માજી સરપંચ શ્રી રાજેશભાઈ સંઘાર, શિવસેના પ્રમુખશ્રી અમિતભાઈ સંઘાર, માાંડવીતાલુકાના કરણીસેના ઉપપ્રમુખ શ્રી મયુરસિંહ જાડેજા,બાબુભાઈઈ સંઘાર, ભીખાભાઈ સંઘાર કિશનભાઇ સંઘાર, કાન્તિભાઈ દડગા,રમેશભાઈ મહેશ્વરી,બિજલ મહેશ્વરી, અનવરભાઈ સમેજા,તેમજ મફતનગર વિસ્તાર ના અન્ય યુવાઓ સાથે રહયા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!