KUTCHMANDAVI

માંડવીના મોટા આસંબીયા ગામે પીજીવીસીએલની કામગીરીમાં ખડેપગે રહીને જરૂરી સહયોગ આપતા ગ્રામજનો.

૧૯-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

સેવા, સહકાર અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ બન્યું માંડવીનું મોટા આસંબિયા ગામ

માંડવી કચ્છ :- માંડવીના મોટા આસંબિયા ગામે બિપરજોય વાવાઝોડાના લીધે પોલ ધરાશયી થતા વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે જેને પુનઃસ્થાપિત કરવા માટે ગ્રામજનો પણ સવારથી અલગ અલગ ટુકડીઓ બનાવી પીજીવીસીએલની ટીમને સહકાર આપી રહ્યા છે. ખાસ કરીને જરૂરી મશીનરી, સાધનો ગ્રામજનો દ્વારા પુરા પાડવામાં આવી રહ્યા છે. ગ્રામજનો દ્વારા વીજપોલ ઊભા કરવામાં, દોરડા પકડવામાં, કેબલ જોડવા જેવી કામગીરીમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. પીજીવીસીએલની સાથો સાથ ગ્રામજનોની મહેનત પણ રંગ લાવી રહી છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં સેવા સહકાર અને સંકલનનો માહોલ ચોતરફ જોવા મળી રહ્યો છે. કચ્છમાં ટ્રેક્ટર, જેસીબી, ડમ્પર વગેરે સાધનો મશીનરીની મદદથી ગ્રામજનો સતત પીજીવીસીએલ અને અન્ય રાહત બચાવ કાર્ય કરતી એજન્સીઓને સહકાર આપી રહ્યા છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!