
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૧ ઓગસ્ટ : ગત વર્ષે ધોરણ પાંચમાં માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમગ્ર ગુજરાતની ખાનગી સરકારી અને અર્ધસરકારી તથા તમામ માધ્યમ ની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા (CET ) લેવાયેલી તેમાં સુખ પર ના 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, ગઈકાલે જ મેરીટ યાદી બહાર પાડવામાં આવેલ જેમાં સુખપર 14 વિદ્યાર્થીઓ મેરીટ માં આવતા સમગ્ર શાળામાં ઉત્સવ જેવો માહોલ બની ગયેલ હતો. કચ્છની એકમાત્ર એવી સરકારી શાળા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા હોય તે માટે સમગ્ર શાળા પરિવાર અને માતા પિતા ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભુપેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી હસુમતીબેન પરમાર, BRC શ્રી ભરતભાઈ પટોડીયા, રાજ્ય સંઘ ના ઉપપ્રમુખ ના શ્રી હરિસિંહ જાડેજા, વિલાસબા જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી નયન સિંહ જાડેજા, જીકે ની નિલેશભાઈ ગોર, સામતભાઈ વસરા વગેરેએ આચાર્યશ્રી ઘનશ્યામસિંહ જાડેજા અને બાળકો તથા માર્ગદર્શક શિક્ષકો ને હાર્દિક અભિનંદન પાઠવેલ છે.મેરીટના આવેલ દરેક બાળકને સાત વર્ષ સુધી ૫૦૦૦-૫૦૦૦ દર વર્ષે આપવામાં આવશે અને રક્ષાશક્તિ સ્કૂલ કે ખાનગી શાળામાં ભણવા જશે તો ૨૦-૨૦૦૦૦ જેટલી રકમ શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવશે…સાથે સાથે સરકારી શાળાને પણ બાળક દીઠ ૨-૨૦૦૦ રૂપિયા વિકાસ પેટે ફાળવવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સુખપુર કુમાર શાળા ૨ ને વર્ષ 2016 -17 માં સરકાર તરફથી શ્રેષ્ઠ સ્વચ્છ શાળાનો, વર્ષ 2017 -18 માં જીસીઈઆરટી તરફથી શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. શાળા છેલ્લા દસ વર્ષથી ઘણો સમય પ્રાપ્ત કરતી આવી છે અને શાળામાં વસંત રમત ઉત્સવ ટેલેન્ટ હન્ટ જેવા આગવા કાર્યક્રમો પણ યોજાતા આવેલ છે. શાળાને ગામના લોકો તરફથી પણ એટલો જ સહકાર મળતો રહ્યો છે. માવજીભાઈ રાબડીયા ,લાલજીભાઈ રાબડીયા, અમરબેન, હાલના જિલ્લા ઉપપ્રમુખ શ્રીમતી મનીષાબેન વેલાણી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મનજીભાઈ ખેતાણી, ગામના સરપંચ શ્રીમતી પૂનમબેન મેપાણી, પુષ્પાબેન પ્રેમજી ખેતાણી પરિવાર તથા અનેક દાતાશ્રીઓએ અભિનંદન પણ પાઠવેલ અને શાળાને જ્યારે પણ જરૂર પડે ત્યારે સહયોગ આપવાની ખાતરી પણ આપેલ છે. સમગ્ર શાળા wi -fi યુક્ત અને દરેક રૂમ સ્માર્ટ ક્લાસ છે. ગત વર્ષ શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ માં પણ પસંદગી પામેલ છે. સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત શાળા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી થઈ છે. એક શાળામાં હોવી જોઈએ એવી તમામ આધુનિક સવલતો આ શાળામાં ઉપલબ્ધ છે. શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજાએ સમગ્ર સ્ટાફને આવો જળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને મેરીટ માં આવેલ તથા પાસ થયેલ તમામ બાળકોને જાહેરમાં સન્માનવામાં આવેલ હતા.




