KUTCHMANDAVI

કચ્છ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ માંડવીના પીપરી ગામના શેલ્ટર હોમની મુલાકાત લીધી.

15-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

શેલ્ટર હોમમાં રહેતા ૪૫૦ શરણાર્થીઓને અપાતી પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા.

સંકટ સમયે હિંમત રાખીને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું – શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા.

બિપરજોય વાવાઝોડાં સમયે બાળકો બહાર ન રહે તેનું ધ્યાન રાખવું :- શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા.

કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજરોજ સવારે માંડવીના પીપરી ગામના પ્રાથમિક શાળા ખાતેના શેલ્ટર હોમ્સની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડાં તેમજ તોફાની પવનને પરિણામે થનાર સંભવિત જોખમોની સમીક્ષા કરી સ્થાનિક લોકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.વધુમાં શ્રી પાનસેરિયાએ આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી તેમને અભિનંદન પાઠવ્યા સાથોસાથ આશ્રય સ્થાનમાં રહેતા શરણાર્થીઓને જણાવ્યું કે આ કુદરતની એક પરીક્ષા છે જેમાં બધા લોકોએ સાથે મળીને આ સંકટનો સામનો કરવાનો છે. આ ઉપરાંત મંત્રીશ્રી એ ધાત્રી માતા અને સગર્ભા બહેનોની મુલાકાત લઈને તેમને શેલ્ટર હોમ્સમાં પોષણક્ષમ આહાર મળે છે કે નહીં તે બાબતે માહિતી મેળવી હતી. આશ્રય સ્થાનમાં રહેતા બધા જ વ્યક્તિઓને મંત્રીશ્રીએ રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ સમયે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધ દવે, પ્રાંત અધિકારી શ્રી ચેતન મિસણ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ,પીપરી ગામના સરપંચ વાલજીભાઈ સંઘાર, તલવાણા પીએચસી સેન્ટર નું સ્ટાફ,પીપરી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!