KUTCHMANDAVI

માંડવી તાલુકાના દુર્ગાપુર ગામના મકાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી માંડવી પોલીસ

૨૩-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

માંડવી કચ્છ :- માંડવી પોલીસ મથકના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે સચોટપણે બાતમી હકીકત મળેલ કે, હુશેન ઉર્ફે હુસેની સલીમ તથા અશલમ ઉર્ફે સુલતાન આદમ રહે બંને, દુર્ગાપુર (નવાવાસ) તથા ઉમરબાવા જુસબ, રહે.નાના ભાડીયા તા.માંડવીવાળાઓ દુર્ગાપુર(નવાવાસ) ગામે હનુમાનજી મંદીરવાળી શેરીમાં આવેલ ઉમરબાવા જુસબ નોડે રહે.નાના ભાડીયા તા.માંડવી વાળાના દુર્ગાપુર(નવાવાસ)ગામે, ભાડે રાખેલ કબજા ભોગવટાના મકાનમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂ જથ્થો રાખેલ છે અને તેઓ હાજર છે જે બાતમી હકીકતથી ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂની બોટલો તથા બીયર ના ટીન એમ મળી આવેલ મુદ્દામાલ માં Mc Dowell’s No1 ની બોટલ નંગ-૪૮ કી.રૂ.૧૮૦૦૦/-TUBORG PREMIUM SUPREME DANISH BEER STROG FOR SALE PUNJAB ONLY 500 ML નંગ-૯૪,કી.રૂ.૯૪૦૦/-ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦-એમ કુલ્લે મુદામાલ કી.રૂા. ૩૨,૪૦૦/-નુ મુદ્દામાલ મળી સાથે પકડાયેલ આરોપી હુશેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદા (ઉ.વ.૨૪) દુર્ગાપુર (નવાવાસ) તા.માંડવી.વાળા ઝડપાતા તે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડવા ના બાકી આરોપીઓ

(૧) અશલમ ઉર્ફે સુલતાન આદમ રહે બંને, દુર્ગાપુર (નવાવાસ) તા.માંડવી-,(૨)ઉમરબાવા જુસબ રહે.નાના ભાડીયા તા.માંડવી હાલે રહે દુર્ગાપુર(નવાવાસ), તા.માંડવી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!