KUTCHMANDAVI

માંડવી નાં દુર્ગાપુર ની વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા ૧૬-લોકો ને માંડવી પોલીસ દ્વારા રેસ્કુય કર્યા.

૧૭-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

ગાડી જઈ શકે તેમ નહોતી તો પોલીસ જવાનો એ બે કિલોમીટર પગપાળા ચાલીને પાણીમાં ફસાયેલા લોકો ને બહાર કાઢ્યા

માંડવી કચ્છ :- જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ તરફથી મેસેજ મળેલ કે દુર્ગાપુર વાડી વિસ્તારમાં કેટલાક માણસો ફસાયેલા છે ખૂબ પાણી આવેલ છે જે મેસેજ અનુસંધાને માંડવી પી.આઇ. એ.જે.ચૌહાણ તથા માંડવી પોલીસ સ્ટાફ અને મરીન કમાન્ડો સાથે દુર્ગાપુર વાડી વિસ્તારમાં સરકારી વાહન સાથે જવા માટે રવાના થયેલ અને પાણી ખૂબ હોય ગાડી જાય તેમના હોય બસને રોડ ઉપર મૂકી પાણીમાં અને ખેતરોમાં ચાલતા ચાલતા ફસાયેલ માણસોને શોધી લીધેલ અને તેઓને સલામત રીતે રેસ્ક્યું કરી બસમાં બેસાડી શિરવા ગામના શેલ્ટર હોમ ખાતે મૂકી આવેલ છે.

ફસાયેલ કુલ માણસોમાં 9 નાના બાળકો, 4 મહિલાઓ અને 3 પુરુષો હતા. માંડવી પોલીસ દ્વારા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!