KALOL(Panchamahal)PANCHMAHAL

ડેરોલ ગામમાં સ્ટ્રીટ લાઇટના ફ્યુઝ બાબતે લાતો અને ગડદા પાટુ નો માર મારતા ચાર સામે ફરીયાદ

તારીખ ૨૫/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલ ગામ ના નવાપુરા ફળિયામાં રહેતા દિલીપભાઈ મગનભાઈ સોલંકી દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા ગત તા ૨૧/૦૮ ની રાત્રે બે વાગે તેઓ પેશાબ કરવા માટે ઉઠ્યા હતા ત્યારે તેમના ફળિયાની સ્ટ્રીટ લાઇટો બંધ હતી જે સ્ટ્રીટ લાઇટ ની સ્વીચ ઘરની સામે હોવાથી તેઓ ફ્યુઝ જોવા ગયા હતા ત્યારે કોઈ કે સ્ટ્રીટ લાઈટનો ફ્યુઝ કાઢીને બાજુમાં મૂકી દીધેલો જે ફ્યુઝ લઈને સ્વીચમાં નાખતા સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જવા પામી હતી. આ સમયે ગામમાં રહેતા હિમાંશુભાઈ હસમુખભાઈ પરમાર તથા રાજેન્દ્ર કુમાર ઉર્ફે રાજુ બળવંતભાઈ પટેલ તથા ઋષિ કુમાર રાજેન્દ્રકુમાર પટેલ તથા ધર્મેન્દ્રભાઈ ઊર્ફે ધમો રમેશભાઈ પટેલ દોડી આવ્યા હતા અને સ્ટ્રીટ લાઈટનો ફ્યુઝ કેમ કાઢી નાખેલ છે તેમ કઈ ગંદી ગાળો બોલી લાતો વડે માર મારેલો અને ગંદી ગાળો બોલી ગદડા પાટુનો માર મારેલો વધુમાં રાજેન્દ્ર અને હિમાંશુએ બુટ પહેરેલા હતા પહેરેલા બુટ વડે ફરિયાદીને લાતો મારી હતી જેથી જમણા પગમાં ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી બુમાબુમ થતા ફળિયાના માણસો જાગી ગયા હતા તે સમયે ફળિયાના માણસોને જણાવેલ કે આ માણસ ચોરી કરતા પકડાયેલ છે જેથી આજે તેને જીવતું રહેવા દેવાનું નથી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા વધુમાં ફળિયાના માણસોને પોલીસમાં નામો લખાવી દેવાની ધમકી આપતા ફળિયાના માણસો ત્યાંથી જતા રહ્યા હતા દિલીપભાઈ ને ઉભુ થવાતું નહોતુ કાલોલ પોલીસ ની જાણકારી પોલીસ સ્થળ ઉપર આવી હતી અને ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક દવા સારવાર કરાવી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!