KUTCHMUNDRA

ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા અને માંડવી તાલુકાના ૬૯ શાળાઓમાં ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી.

૩-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- ગણિત વિષયથી ઘણા વિધાર્થીઓ દૂર ભાગતા હોય છે કે ડરતા હોય છે પરંતુ ગણિત જ જેમનું જીવન હતું ગણિત વગર જેમને રસ ન પડે તેવા રામાનુજન જે ગાણિતિક પ્રતિભા ધરાવતા ગણિતશાસ્ત્રીનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ દક્ષિણ ભારતના કોઈમ્બતૂરના ઈરોડ ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગણિત વિષય પ્રત્યે તેમની શોધ અને ઉપલબ્ધિઓને સમ્માન આપવા માટે વર્ષ ૨૦૧૨થી “રાષ્ટ્રીય ગણિત દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને ગણિત વિશે જાગૃત કરવાનો છે. અને તેમાં રસ પડે તે માટે ભારતમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજ કરવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓના ગણિત શબ્દ સાંભળતા જ વિચારો ખુલ્લ્વાના બદલે બંધ થઈ જાય છે. સામાન્ય રીતે બાળકો પાસેથી એવું સાંભળવા મળે છે કે ગણિત તો બહુ અઘરો વિષય છે, અમને ગમતું જ નથી ! શું કરવું કંઈ સૂઝતું જ નથી? શિક્ષકોને પણ ખૂબ ચેલેન્જીંગ લાગે છે કે બાળકો જેમને રસ જ નથી તેમને કેવી રીતે શીખવવું. જ્યારે તે વર્ગમાં ગણિત વિષય ભણાવે છે ત્યારે બાળકો ને રસ પડે તે માટે શિક્ષકો વિવિધ અવનવા પ્રયાસો કરતા હોય છે. અન્ય વિષયની સાથે ગણિત પણ મહત્વનો વિષય છે, તો એ વિષય બાળકોને કેવી રીતે સરળતાથી સમજે એ આજનો મુખ્ય પ્રશ્ન બની રહ્યો છે.કોઈ પણ વિષય અઘરો નથી હોતો, માત્ર બાળકને તેમા રસ પડે તે રીતે તેમની સામે રજુ કરવું ખુબ જરૂરી છે. ગણિતને પણ અન્ય વિષયની જેમ જ અવનવી પ્રવૃતિઓ દ્વારા શીખવવામાં આવે તો ગણિત સરળતાથી સમજાઈ શકે ! ૨૨ ડિસેમ્બર એટલે આપણા ગૌરવ ગણિતશાસ્ત્રી એવા શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ ! આ દિવસને રાષ્ટ્રપતિ મનમોહન સિંહે વિશ્વ ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી અને ત્યારથી દર વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ ગણિત દિવસ બધી જ શાળાઓમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા અને માંડવી તાલુકાની કુલ ૬૯ શાળાઓમાં ઉત્થાન પ્રોજેક્ટ કાર્ય કરી રહ્યું છે. એ બધી જ શાળાઓમાં ઉત્થાન સહાયકો દ્વારા શાળાના સાથ સહકાર થકી ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોના મનોરંજન માટે ગણિત દિવસની ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.ગણીત દિવસની ઉજવણીના ભાગ રૂપે પ્રાર્થનાથી કરી સાંજ સુધી વિવિધ પ્રવૃતિઓ બાળકો માટે આયોજિત કરવામાં આવ્યુ હતું. પ્રાર્થનામાં ગણિતશાસ્ત્રી એવા શ્રીનિવાસ રામાનુજન અને તેમના જીવન ચરિત્ર વિશે વિગતે વાત કરવામાં આવી હતી. તેના સાથે સાથે વિવિધ ગણિતશાસ્ત્રીઓ વિષે, તેમના યોગદાન વિષે અને પ્રશ્નોતરી, અન્ય પ્રવૃત્તિઓ જેવી કે ગાણિતીક વેશભૂષા, વન મિનિટ ગેમ, વગેરે પ્રાર્થના સભામાં કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર વિદ્યાર્થીઓ અને ઉત્થાન સહાયકો સાથે મળીને શિક્ષકોના માર્ગદર્શનમાં પેપર પ્લેટમાંથી ઘડિયાળ બનાવવા, ગાણિતીક સંજ્ઞાઓ, ગાણિતીક રમતો, દાખલાઓના ચાર્ટ એવા જુદાજુદા ટી.એલ.એમ પણ બનાવ્યા હતા જે બાળકને અવનવું શીખવામાં ઉપયોગી સાબિત થશે. અને ગણિતશાસ્ત્રી તેવા શ્રીનિવાસ રામાનુજનના જીવન-ચરિત્ર પર બનેલ ફિલ્મનું નિદર્શન પણ શાળાઓમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટર મેકિંગ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે દરેક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી સામગ્રી એટલે પથ્થરો, પાંદડાઓ, ડાળીઓ વગેરેનો ઉપયોગ કરીને પણ ગણિત શીખવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા નમૂનાઓ બુલેટિન બોર્ડ ઉપર લગાવવામાં આવ્યા હતા. બધા જ બાળકોને દેખાડવામાં આવ્યા અને તેના સારા ફોટોસ પાડી ફોટો ગેલેરી અને આલ્બમ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. બાળકોએ અન્ય ગણિતશાસ્ત્રીઓ વિશે પણ ઘણી બધી માહિતી એકઠી કરીને આવ્યા હતા. તેનું વાંચન વર્ગખંડમાં કરાવવામાં આવ્યું હતું. નાની-મોટી અનેક ગણિત ગમ્મતની રમતો ઉત્થાન સહાયકો દ્વારા બાળકોને કરાવવામાં આવી હતી. ગણિત દિવસની ઉજવણીમાં શાળાના સ્ટાફનું સંપૂર્ણ રસ પૂર્વક ભાગ લીધો હતો. છેલ્લે દિવસને અંતે જ્યારે બાળકો પાસેથી આખા દિવસ દરમિયાન કરેલી પ્રવૃત્તિના અનુભવો લેવામાં આવ્યા ત્યારે બાળકોએ કહ્યું કે આજે અમને દરેક પ્રવૃતિમાં ખુબ જ રસ પડ્યો હતો.ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા માંડવી તાલુકાના ૩૧ ગામોની ૬૯ શાળાઓમાં ધોરણ ૧ થી ૮ના ૧૦૭૮૧ બાળકોને ઉત્થાન પ્રોજેક્ટનો લાભ મળે છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકામાં પ્રાથમિક તબક્કે ૧૭ શાળાઓમાં ૨૦૧૮થી શિક્ષણ પ્રકલ્પ “ઉત્થાન” પ્રોજેક્ટ હેઠળ ઉપરોક્ત ૧૭ શાળાઓને આવરી લેવામાં આવી છે. આ પ્રોજકેટ અંતર્ગત પ્રિય વિદ્યાર્થી, ધોરણ ૧ થી ૪ના તમામ બાળકો વિશ્વના આધુનિક પ્રવાહમાં સામેલ થઇ શકે એ માટે અંગ્રેજી અને ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શીખવવામાં આવે છે. તેની સાથે સ્માર્ટ ક્લાસ, લાયબ્રેરી કબાટ અને પુસ્તકો, સ્પોર્ટ્સ કીટ, વિજ્ઞાન કીટ, TLM કીટ અને બાલા પેઇન્ટિંગ થકી શાળાને દરેક પહેલુથી સુસજ્જ કરવામાં આવ્યા છે. દરેક શાળામાં એક ઉત્થાન સહાયકની નિમણુક કરવામાં આવી છે. શાળામાં શિક્ષકો સાથે મળીને ઉત્થાન સહાયકોની મુખ્ય ભૂમિકા “પ્રિય વિદ્યાર્થી” ને લેખન, વાંચન અને ગણન આવડે અને તેમને રેગ્યુલર વિદ્યાર્થીમાં પરિવર્તિત કરવાની છે. તે માટે એકટીવીટી બેઝ લર્નિંગ, TLM દ્વારા શિક્ષણ અને ગ્રુપ લર્નિંગ દ્વારા બાળકોને રસ પડે તે રીતે શીખવવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!