GANDHIDHAMKUTCH

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ "ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ તે માટે કુલ પાંચ ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક કરાઈ...

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ “ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’
કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ તે માટે કુલ પાંચ ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક કરાઈ…
______________________________________________
*ભારતીય ચૂંટણી પંચ દ્વારા પોલીસ ઓબ્ઝર્વરશ્રી, જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીની કરાઈ નિમણૂક

કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગના નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓને નાગરિકો, ઉમેદવારો ચૂંટણી સબંધી ફરિયાદ કરી શકશે
ઓબ્ઝર્વરશ્રીઓની સાથે મુલાકાત માટેનું સ્થળ અને સંપર્ક નંબર્સ જાહેર કરાયાં……

ભુજ તા. 21 રવિવાર

ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેની તારીખો જાહેર કરવામાં આવેલી છે. જે મુજબ કચ્છ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ હાથ ધરવામાં આવનારી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૧-પોલીસ ઓબ્ઝર્વરશ્રી, ૨-જનરલ ઓબ્ઝર્વરશ્રી, ૨-ખર્ચ ઓબ્ઝર્વરશ્રી એમ કુલ પાંચ ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક કરવામાં આવી છે. ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગના નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓને નાગરિકો/ઉમેદવારો ચૂંટણી સબંધી ફરિયાદ માટે સંપર્ક તેમજ રૂબરૂ મુલાકાત કરી શકશે.
પોલીસ ઓબ્ઝર્વરશ્રી સુનીલ કુમાર મીના (IPS)ને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ, ૪-અંજાર, ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી વૃજવાણી, ઉમેદભવન, ભુજ ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૯૦૨૩૬ ૭૫૫૬૨ દ્વારા પણ કરી શકાશે.
જનરલ ઓબ્ઝર્વરશ્રી અમર કુશવ્હા(IAS)ને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ, ૪-અંજાર મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી રુદ્રમાતા, ઉમેદભવન, ભુજ ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૭૯૯૦૧ ૧૧૯૬૭ દ્વારા પણ કરી શકાશે.
જનરલ ઓબ્ઝર્વરશ્રી બચનેશ કુમાર અગ્રવાલ(IAS)ને ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી રૂમ નંબર ૦૬ ડી.પી.ટી. ગેસ્ટ હાઉસ કંડલા ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૭૯૯૦૪ ૬૪૧૪૯ દ્વારા પણ કરી શકાશે.
ખર્ચ ઓબ્ઝર્વરશ્રી કે. અશોકકુમાર(IRS)ને ૧-અબડાસા, ૨-માંડવી, ૩-ભુજ મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી રૂકમાવતી, ઉમેદભવન, ભુજ ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૭૯૯૦૪ ૭૫૬૭૫ દ્વારા પણ કરી શકાશે,
ખર્ચ ઓબ્ઝર્વરશ્રી પ્રસન્ના પ્રમોદ દાતાર(IRS)ને ૪-અંજાર, ૫-ગાંધીધામ, ૬-રાપર અને ૬૫-મોરબી મતદાર વિભાગની ફરિયાદ/રજૂઆત બાબતે પ્રવાસના દિવસો સિવાય સવારે ૧૦-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી રૂમ નંબર ૦૧ ડી.પી.ટી. ગેસ્ટ હાઉસ કંડલા ખાતે મળી શકાશે. ઉપરાંત તેઓનો સંપર્ક મોબાઈલ નંબર ૭૮૫૯૯ ૧૨૬૦૭ દ્વારા પણ કરી શકાશે તેમ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા જણાવાયું છે.

રિપોર્ટર: રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ (કચ્છ) -9879011934

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!