
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
વિજયાદશમીના પાવન પ્રસંગે સારસ્વતમ્ ટ્રસ્ટ અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેન દ્વારા કરાયુ ખાત મુહૂર્ત
નખત્રાણા,તા-૧૩ ઓક્ટોબર : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા મધ્યે લગભગ ચાર દાયકાના શિક્ષણ યાત્રા પછી નવીનીકરણ માંગતી શાળાનુ વિજયાદશમીના પાવન પ્રસંગે નૂતન વિદ્યાભવનના નિર્માણ માટે ખાસ ઉપસ્થિત રહેલ સારસ્વતમ્ ટ્રસ્ટના અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેન, માનદ મંત્રી ડૉ વી.વિજયકુમાર, સરપંચ શ્રી એન.ટી.આહીર, વહિવટી અધિકારી મુલેશભાઇ દોશી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, ગામ અગ્રણીઓ તેમજ ગ્રામજનોનુ શાળાના SPC કેરેટ્સ દ્વારા ઢોલ વગાડી અને શાળાની દિકરીઓ દ્વારા સામૈયુ કરી કંકુ ચોખા વડે પધારેલ તમામ મોંઘેરા મહેમાનોનુ સ્વાગત કરવામા આવેલ હતુ. સ્વાગત બાદ તમામ મહેમાનોની હાજરીમાં મંત્રોચ્ચાર સહ શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતુ. ત્યારબાદના કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબ દ્વારા ઉપસ્થિત સૌ અતિથિઓનુ શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ વડે સન્માનિત કરવામાં આવેલ હતા તેમજ પંચ કલાઓના ધામ નિરોણાની આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત રોગાન કલાની છબી ભેંટ સ્વરૂપે આપવામા આવેલ હતી. મુખ્ય દાતા શ્રી દિલીપભાઈ મૂલાણી પ્લેન કેન્સલેશનના કારણે મુંબઇથી ન આવી શકતા વર્ચ્યુઅલ રીતે પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીરે પોતાના શાળા કાળના સંસ્મરણો વાગોળેલ હતા. અંતે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સારસ્વત્ ટ્રસ્ટના અધ્યક્ષા વિજયાલક્ષ્મી બેહેને શાળા નવ નિર્માણને લગતી વિસ્તૃત માહિતી સહ માર્ગદર્શન આપેલ હતુ. આ તકે દાતાશ્રીઓ દ્વારા શાળાના નૂતન વિદ્યાભવન માટે દાનની જાહેરાતો પણ કરવામા આવેલ હતી. કાર્યક્રમના અંતે સૌ માટે દશેરા નિમિતે ખાસ જલેબી ફાફડા તેમજ બટેકા પૌઆની અલ્પાહાર રુપે વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની, કિશનભાઇ પટેલ, અલ્પાબેન ગોસ્વામી, રમેશભાઈ ડાભી, ભૂમિબેન વોરા, તખતસિંહ સોઢાએ ભારે જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબે કરેલ હતુ અને આભાર વિધી શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતી.










