
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૨ જૂન : જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા અને રોટરી કલ્બ ઓફ ભુજના સયુંકત ઉપક્રમે ભુજના જ્યુબીલી સર્કલ પાસે પોલીયો બુથનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કચ્છ-મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, સાથે રોટરી કલ્બ ઓફ ભુજ તરફથી ધવન શાહ, ભરત ધોળકિયા, અવનીશભાઈ ઠકકર, અભિજીત ધોળકીયા, ઉર્મિલાબેન હાથી, આસુતોષ ગોર, વિમલ ખારેચા, હેમેન શાહ અને અમીન જોષી હાજર રહ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરથી ડો.જયેશ કતીરા (નાયબ નિયામકશ્રી રોગચાળા નિયંત્રણ સેલ અને લાયઝન અધિકારી જિલ્લો-કચ્છ), જિલ્લા રસીકરણ અધિકારી ડો.જે.એ.ખત્રી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવ કુમાર, જીલ્લા પ્રોગ્રામ કોડીનેટર ડો. ભંવર પ્રજાપતિ અને અર્બન હેલ્થ ઓફિસર ભુજ ડો. વૈશાલી ડાભી હાજર રહ્યા હતા. બુથ પર બાળકોને પોલીયો રસીકરણ સાથે પ્રોત્સાહન રૂપે રમકડા પણ આપવામાં આવેલ હતા. તમામ પદાધિકારી અને અધિકારીશ્રીઓ દ્વારા લોકોને પોતના ૦ થી ૫ વર્ષના બાળકોને નજીકના પોલીયો બુથ પર જઈ પોલીયો ડ્રોપ્સ પીવડાવવા અંગે અપીલ કરવામાં આવેલ હતી. અમુક કારણસર જે વાલીઓ પોતાના બાળકો ને આજે પોલીયો ડ્રોપ્સ નથી પીવડાવી શક્યા તેના માટે જીલ્લા આરોગ્ય ટીમ દ્વારા આગામી ૨ દિવસમાં ડોર ટુ ડોર જઈ સર્વે કરી છુટી ગયેલા બાળકો ને પોલીઓ ડ્રોપ્સ પીવડાવાશે. તા:-૨૩/૦૬/૨૦૨૪ કચ્છ જીલ્લાનું પોલીયો રીપોર્ટીંગ નીચે મુજબ છે.
(૧) જિલ્લામાં કુલ બુથોની સંખ્યા:- ૧૩૮૪
(૨) જિલ્લામાં કુલ ૦ થી ૫ વર્ષના બાળકો:- ૩,૧૭,૦૮૨
(૩) જિલ્લામાં કુલ મોબાઈલ ટીમોની સંખ્યા:- ૧૮૭
(૪) જિલ્લામાં કુલ ટ્રાંઝીટ ટીમોની સંખ્યા:- ૭૫
(૫) તા:- ૨૩/૦૬/૨૦૨૪ના રોજ આવરી લેવાયેલ બાળકો:- ૨,૬૧,૨૩૭ (૮૨.૩૯%)





