
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા – ૦૧ નવેમ્બર : દિપોત્સવ તેમજ નુતનવર્ષની શુભકમના પાઠવતાં કચ્છ – મોરબી નાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન, નખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા) મધ્યે ભાઇબીજ નાં સાંજે સ્નેહ મિલન, શ્રી રામદેવજી મહારાજ મંદિરે પાટકોરી, મહાપ્રસાદ તથા રાત્રે ભવ્ય સંતવાણી નાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યુ હતું કે શ્રી રામદેવપીર ની અસીમ કૃપા પૂ. સતાદાદા નાં આશિષ થી તા. ૩/૧૧/૨૦૨૪ રવિવાર ભાઈભીજ નાં પાવનદિને પૂ. રામદેવપીર ની પાટકોરી, મહાપ્રસાદ તેમજ દિપ પર્વ ની ઉજવણી સાથે નુતનવર્ષ ની શુભકામનાં ઓના આદાન પ્રદાન માટે સ્નેહમિલન સાથે સાથે સંતવાણી નાં ભવ્ય કાર્યક્રમનું સુખપર (રોહા) શ્રી રામદેવજી મહારાજ મંદિરે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કચ્છ – મોરબી નાં ભાજપ અધ્યક્ષ, ધારાસભ્યશ્રીઓ, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારીશ્રી તેમજ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત નાં પ્રમુખશ્રીઓ ની વિશેષ ઉપસ્થિતિ માં સર્વ સ્નેહીજનો, મિત્ર વર્તુળ, ભાજપ પક્ષનાં સર્વે હોદેદારો, કાર્યકરો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તથા અન્ય સેવાકીય સંસ્થાઓ પ્રતિનિધિઓ, પત્રકારમિત્રો, આસપાસ ના ગ્રામજનો, જાહેર નિમંત્રણ પાઠવવા માં આવે છે.દીપોત્સવી પરમ પ્રેરણા નું પર્વ છે. નવા ઉત્સાહ અને આનંદ નાં પર્વ ને આપણે સૌ સાથે મળી ઉજવીયે તેવી શુભકામના સાથે સર્વેને ભાવભર્યું નિમંત્રણ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ પાઠવેલ હતું.




