MORBI:મોરબી ચકચારી વૃદ્ધને આપઘાત કરવા મજબુર ગુનાના આરોપીના શરતી જામીન મંજુર

MORBI:મોરબી ચકચારી વૃદ્ધને આપઘાત કરવા મજબુર ગુનાના આરોપીના શરતી જામીન મંજુર
મોરબીમાં આપઘાતના ચકચારી બનાવમાં મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવતા ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં આરોપી વનરાજસિંહ તેજુભા ઝાલા દ્વારા મોરબીના સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ચકચારી પ્રકરણના ગુનામાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે
જેમાં આરોપી તરફે મોરબીના વિદ્વાન વકીલ જગદીશ ભાઈ ઓઝા તથા ફેનિલ ભાઈ ઓઝા રોકાયેલ હતા જેની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા આરોપી તરફેના વકીલ શ્રી જગદીશભાઈ ઓઝા એ કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતા દલીલોને માન્ય રાખી સેસન્સ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે
જેમાં આરોપી તરફે મોરબીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી જગદીશ ભાઈ ઓઝા તથા ફેનિલ ભાઈ ઓઝા તથા યુવા ધારાશાસ્ત્રી દેવ કે. જોષી તથા શહેનાઝ બેન સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.









