રાપરના શિક્ષકે આત્મ વિલોપન ચીમકી આપતા ચકચાર.

0
275
વાત્સલ્યમ્ સમાચાર

21-નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપરના શિક્ષકે આત્મ વિલોપન ચીમકી આપતા ચકચાર

અરજણ ડાંગર પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ટીપીઈઓ રાપરની કનડગતના કારણે શિક્ષક આત્મવિલોપન કરવા મજબૂર

રાપર કચ્છ :- રાપર તાલુકામાંથી પાટણ જિલ્લામાં બદલી થયેલ શિક્ષક વિપુલભાઈ જ્યંતીભાઈ પટેલ કેલીવાડી પ્રા. શાળાનો કેસ PRAISA સોફ્ટવેરમાં ઓનલાઈન ટ્રાન્સફર ન થતા પગાર અટકેલો હોય એમની પે સેન્ટર શાળાના આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણ ડાંગર અને ટીપીઓ આંબાલાલ મકવાણા તેમજ ડીપીઈઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કેસ ટ્રાન્સફર થયેલ ન હોય શિક્ષક જયંતિલાલ પટેલે પહેલી ડિસેમ્બર-૨૦૨૩ ના રોજ રાપર તાલુકા પંચાયત શિક્ષણ શાખા પાસે સોસીયલ મીડિયા દ્વારા આત્મવિલોપનની જાહેરાત કરતા જણાવ્યું કે મારા આત્મવિલોપનની સઘળી જવાબદારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણ ડાંગર અને ટીપીઈઓ આંબાલાલ મકવાણાની રહશે એવી જાહેરાત કરતા ચકચાર મચી ગઈ છે.

IMG 20231121 WA0198

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews