KUTCHMANDAVI

સંરક્ષણ દળમાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજાશે.

ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ ભરી જિલ્લા રોજગાર કચેરીએ જમા કરાવવું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, શુક્રવાર  : ગુજરાત રાજ્યના યુવાનો સરંક્ષણ દળમાં ભરતી થાય તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે ૩૦ દિવસના B.S.F./ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારોને તાલીમ વર્ગમાં રહેવા – જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. આ તાલીમ જિલ્લાના બી.એસ.એફ કેમ્પ સંસ્થા ખાતે આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ (ધોરણ-૧૦ માં ઓછામાં ઓછા ૪૫% ફરજીયાત અને દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩ ટકા માકર્સ હોવા ફરજિયાત) હોય તેવા જ ઉમેદવારો આ તાલીમ માટે અરજી કરી શકશે.તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉંમર :૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ સુધી, લંબાઈ :૧૬૮ સે.મી, છાતી: ૭૭-૮૨ સે.મી હોય તેવા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારોએ આ તાલીમ વર્ગ માટે અરજી કરવાની રહેશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ફરજિયાત અરજી ફોર્મ ડાઉનલોડ કરી પોતાની અરજી દિન-૧૦માં જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ, બહુમાળી ભવન, રૂમ નં-૧૦૨/૧૦૩, ભુજ-કચ્છ ખાતે ભરેલા અરજી પત્રક તથા ધોરણ-૧૦/૧૨ની માર્કશીટની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ ,બેંક ખાતાની પાસબૂકની નકલ, પાન કાર્ડની નકલ અરજી સાથે જોડવાની રહેશે. અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી, ભુજ –કચ્છમાંથી વિનામૂલ્યે આપવામાં આવશે. ફેસબુક પેજ MCC-KACHCHH અને ઇન્સ્ટાગ્રામ પેજ MCC_KACHCHH પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. વધુ માહિતી માટે કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!